શાળા સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની લાંચ માંગવાના પ્રકરણમાં એસીબીના હાથે પકડાયેલો લાંચીયો તાપી જીલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ અને ક્લાર્કની જામીનની અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.
લાંચીયો ભરતભાઇ મંગળભાઇ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી, જી.તાપી નાઓએ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટીસ આપેલ હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટીસ શાળાને મોકલવામાં આવેલ હતી. આ બાબતે આરોપી ભરતભાઇ પટેલ ના સાથે ફરીયાદીએ રૂબરૂમાં મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા ડીઈઓ-ભરતભાઇ પટેલએ નોટીસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખ ની લાંચની માંગણી કરેલ.પણ ફરિયાદીએ એસીબીને જાણ કરી દીધી હતી.
જેના આધારે એસીબીએ આરોપીને પકડવા તા.16-ઓકટોબર નારોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. દરમ્યાન આરોપી એ લાંચની રકમ લેવા માટે રવિન્દ્રકુમાર ઉર્ફે જીગો શંકરલાલ પટેલ, (ઢોઢીયા પટેલ) કલાર્ક, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી,વ્યારા, વર્ગ-3 નાઓને લાંચની રકમ આપવા જણાવતા ફરીયાદી લાંચની રકમ લઇને ગયા હતા પણ ક્લાર્ક રવિન્દ્રકુમાર ને શંકા જતા તે છટકી ગયો હતો.
જો કે લાંચના છટકા દરમ્યાન એકત્રીત થયેલ પુરાવાના આધારે બંને જણાની ધરપકડ કરવામાં આવી હતી. અને બન્ને આરોપીઓ વિરૂધ્ધમાં લાંચની માંગણીનો ગુનો તાપી એસીબી પોલીસ મથકે દાખલ થયૅલ હતો. જે ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એચ.ચૌધરી કર્યા હતા. બંને આરોપીઓને ગઈ તા.17/10/2020 ના રોજ અટક કરવામાં આવેલ હતી.
બન્ને આરોપીઓના તા.21/10/2020 ના કલાક:3/00 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ. પકડાયેલા બંને આરોપીઓએ જામીન મુક્ત થવા એમના વકીલ નીતિન એસ.પ્રધાન દ્વારા જામીન અરજી કરેલ. જે જામીન અરજીના કામે તપાસ કરનાર અધિકારી ના સોગંદનામા તથા સરકારી વકીલ શ્રી વીરેન્દ્ર.એમ.ત્રિવેદી નાઓ દ્વારા ધારદાર રજુઆત કરેલ જે ગ્રાહ્ય રાખી સ્પેશિયલ અને સેશન જજ શ્રી સમીર વી.વ્યાસ સાહેબની કોર્ટે બંને આરોપીઓની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કરેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500