તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ગત બેઠકની અમલવારીની સમિક્ષા કરવામાં આવી હતી. તથા બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ એપ્રોચ રોડની આસપાસથી પ્રિ-મોન્સુનની કામગીરી તરીકે ઝાડી-ઝાંખરા દુર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત નાગરિકોને તથા શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, તથા લાઇસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા, શાળા-કોલેજોના શરૂ થતા નવા સત્રમાં વર્કશોપ કે સેમીનારના માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે રોડ એક્સીડન્ટમાં મૃત્યુના આંકડાનું અવલોકન અને સમિક્ષા કરવામાં આવી હતી તથા ઓવર સ્પીડિંગ વાળા વાહનોને અટવકાવા જણાવ્યું હતું. વધુંમા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે જિલ્લા સેવા સદનમાં પણ સ્પેશિયલ ચેકિંગ કરવું. આ સાથે રોડ સેફ્ટી અંગે જન જાગૃતિ આવે તે માટે વધુમાં પ્રચાર પ્રસાર થાય તેવું આયોજન કરવા સબંધીત વિભાગોને જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application