Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : ઘર અને ખેતરમાં સંતાડેલો ઈંગ્લીશદારૂ સાથે બે જણા ઝડપાયા

  • October 09, 2020 

તાપી જીલ્લા ડીવાયએસપી સ્ટાફને મળેલ બાતમીના આધારે વ્યારા તાલુકાના બેડકુવા દુર ગામના આમલી ફળીયામાં રહેતા ભરતભાઈ જાનીયાભાઈ ચૌધરી અને કમલેશભાઈ ભરતભાઈ ચૌધરીએ ઘરની અંદર તેમજ શેરડીના ખેતરમાં સંતાડી મુકેલ ઈંગ્લીશદારૂની નાની મોટી બોટલ નંગ 179 જેની કિંમત રૂપિયા 27,250/- ના મુદ્દામાલ સાથે બંને જણા પોલીસ રેડમાં પકડાઈ ગયા હતા.

 

તપાસ દરમિયાન રેડ કરવાના સ્થળ પરથી પોલીસ ને મળી આવેલ એક એકટીવા ગાડી જેની કિંમત રૂપિયા 20,000/- તથા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-2 જેની કિંમત રૂપિયા 10,000/- મળી કુલ રૂપિયા 57,250/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે દારૂ આપી જનાર રાજુભાઈ ને વોન્ટેડ જાહેર કર્યો હતો,બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ ની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application