Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી પોલીટેક્નિક વ્યારા ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

  • March 09, 2021 

8 માર્ચના દિને જ્યારે આખી દુનિયા વિશ્વ મહિલાદિનની ઉજવણી કરે છે ત્યારે સરકારી પોલીટેક્નિક, વ્યારા ખાતે પણ વિશ્વ મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મેડિકલ કીટ અપાઈ હતી અને એમના માટે નર્સિંગ કોલેજ, વ્યારા ના ટ્યુટર રેણુકા ચૌધરી દ્વારા 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' વિષય પર એક્સપર્ટ લેક્ચરનું પણ આયોજન કરાયું હતું જેથી એ અંગે વિદ્યાર્થીનીઓમાં સજાગતા આવે. સિવિલ વિભાગમાં અભ્યાસ કરતી ખુશ્બુ કોકણી દ્વારા આજની નારી અંગે ધારદાર કાવ્યની રજુઆત થઈ હતી. સંસ્થાના વડાશ્રી ડી. ટી. પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીની ઓને જીવનના હરેક પડાવ પર સફળતા મેળવે એવી શુભેચ્છઓ અપાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના વુમન સેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application