Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોરનાં અબ્રામા ગામમાં વૃદ્ધાની હત્યા કરનાર કેરટેકર મહિલાની પોલીસે ધરપકડ કરી

  • April 24, 2025 

નવસારીનાં જલાલપોર તાલુકાનાં અબ્રામા ગામનાં તાઇવાડમાં રહેતી ૮૮ વર્ષીય વૃદ્ધાની હત્યા કરનાર કેરટેકર મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાનાં જયાલપોર તાલુકાનાં અબ્રામાં ગામ તાઈવાડ ખાતે રહેતી વૃદ્ધા જૈનમ અબ્દુલા કરીમ મુનશી (ઉ.વ.૮૮) તારીખ ૨૦થીએ રવિવારે સાંજે ૭:૩૦ વાગ્યાનાં અરસામાં શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક જૈનમનાં ૪ સંતાનો પૈકી બે પુત્રો સલીમ અને અશરફ વર્ષોથી લંડન અને અમેરિકામાં સ્થાયી થયા છે.


જયારે એક પુત્રી કેનેડામાં રહે છે. વિદેશમાં રહેતા પુત્રોને જાણ થતા તેઓ સોમવારની રાત્રીએ વતન અષામા ખાતે આવ્યા હતા. જોકે દકનવિધિ પહેલા જ માતાના હાથમાંથી સોનાની બંગડીઓ ગાયબ હોવાનું જણાતા અને હાથના ભાગે ઇજા હોવાથી તેઓને માના જૈનમનું મોત કુદરતી નહીં પરંતુ ચૂંટ કર્યા બાદ હત્યા કરાઇ હોવાનું શંકા ગઈ હતી. જેને રોપી શાહિંતા લઈને તેમણે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એકલવાયું જીવન ગુજારતી વૃદ્ધા જૈનમ મુનશીની સારસંભાળ માટે પુત્રો દ્વારા પગારથી કામે રાખવામાં આવેલી મહિલા શાહિસ્તા આરીફ લાખન (ઉ.વ.૩૫)ની પૂછપરછ કરતા તેને સોનાની બંગડીના ચૂંટના ઈરાદે વૃદ્ધા જૈનમની હત્યા કરી હોવાની કબૂલાત કરતઆ પોલીસે આ પ્રકરણમાં હત્યાનો ગુનો દાખલ કરી શાહિસ્તાની પરપકડ કરી હતી. ઘટના અંગે વધુ તપાસ પી.આઈ. કરી રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application