Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાવધાન : ઉકાઈ ડેમ હાઈ એલર્ટ સ્ટેજની નજીક પહોંચ્યો, સપાટી ૩૪૪.૦૪ ફૂટે પહોંચી

  • October 03, 2021 

મનિષા સુર્યવંશી/તાપી : ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવતા આજે સાંજે ૫ કલાકે ઉકાઈડેમની સપાટી ૩૪૪.૦૪ ફૂટ થઈ છે અને ડેમનાં ૧૧ દરવાજા ખોલી તાપી નદીમાં ૧,૪૪,૭૩૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમમાં પાણીની આવક પણ ૧,૪૪,૭૩૭ ક્યુસેક નોંધાઈ છે. તાપી નદીમાં પાણી છોડવા માટે ડેમના ૧૧ ગેટ ૬ ફુટ ખોલવામાં આવ્યા છે.

 

 

 

 

 

ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૫ ફૂટ

તાપી નદીના ઉપરવાસમાં આવેલા પ્રકાશા અને હથનૂર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં દોઢ લાખ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ઠલવાય રહ્યો છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૫ ફૂટ છે અને નવા પાણીની આવક વિપુલ માત્રામાં થઈ ગઈ છે જેથી આવક મુજબ ડેમમાંથી છોડાતા પાણીની માત્રામાં વધારો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

 

 

 

 

 

ડેમના ૧૧ ગેટ ૬ ફુટ ખોલવામાં આવ્યા

ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ, ડેમમાં આજે સાંજે ૫ કલાક દરમિયાન ૧,૪૪,૭૩૭ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેની સામે ડેમનુ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે પાણીની જાવક ૧,૪૪,૭૩૭ ક્યુસેક કરી દેવામાં આવી છે. તાપી નદીમાં પાણી છોડવા માટે ડેમના ૧૧ ગેટ ૬ ફુટ ખોલવામાં આવ્યા છે. આજે સાંજે ઉકાઈ ડેમ હાઈ એલર્ટ સ્ટેજની નજીક પહોંચ્યો છે જયારે સપાટી ૩૪૪.૦૪ નોંધાઈ છે. (ફોટો કલ્પેશ વાઘમારે ઉકાઈ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application