મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં જનકનાકા પેટ્રોલ પંપ પાસેથી કારમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ લઈ આવનાર બે યુવકો ઝડપાયા હતા, જયારે દારૂ ભરાવી આપનાર નવાપુર ખાતેનાં ઈસમને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ પ્રોહી. ડ્રાઈવ અનુસંધાને વ્યારા ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન નવી વસાહત પાસે આવતાં બાતમી મળી હતી કે, બે યુવકો એક કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ચોર ખાનામાં છુપાવી ભરી આવેલ છે અને હાલમાં જનકનાકા પેટ્રોલ પંપ પાસે ઉભા છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોચતા જનકનાકા પેટ્રોલ પંપ પાસે આવી તપાસ કરતા બાતમીવાળી કાર નંબર GJ/05/CF/3328 C.N.G. ગેસ ભરાવવા લાઈનમાં ઉભી હોય અને કારમાં બે યુવકો બેસેલ હોય પોલીસે બંને યુવકોને નીચે ઉતારી કારમાં તપાસ હાથ ધરતા કારની પાછળની સીટ ઊંચી કરી તપાસ કરતા સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂની 560 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 41,900/- હતો.
ત્યારબાદ પોલીસે કારમાં સવાર બંને યુવકોનાં નામ પૂછતા કાર ચાલકે તેનું નામ ઈશ્વર ધર્માભાઈ રાવલ (હાલ રહે.વૃંદાવાડી, વ્યારા, મૂળ રહે.કામલા ગામ, તા.દેવગઢ, જિ.રાજસંમદ, રાજસ્થાન) અને બીજાનું નામ રમેશ સંતોષભાઈ નાથ (હાલ રહે.વૃંદાવાડી, વ્યારા, મૂળ રહે.પિતામપુરા ગામ, તા.દેવગઢ, જિ.રાજસંમદ, રાજસ્થાન)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ પારસ મારવાડી નાંએ મહારાષ્ટ્રનાં નાવાપુથી ભરી આપેલ હતા અને જે વ્યારા સુધી લઈ આવાનો હતો અને આ દારૂનો મુદ્દામાલ કોણે આપવાનો હતો તેની ખબર ના હતી.
આમ, પોલીસે ઈંગ્લીશ 560 બોટલો, કાર અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 88,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ નવરાજસિંહ ડાભીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને યુવકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500