વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક મહિલા સહીત 3 જણા ઝડપાતા પોલીસ કાર્યવાહી કરવામાં આવીએ હતી, જયારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરાયો હતો. મળતી માહિતી મુજબ, તાપી પોલીસ સ્ટાફનાં માણસો વાલોડનાં બાજીપુરા ગામનાં વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી બાજીપુરા બાયપાસ સુરત હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી વાળી કાર વ્યારાની હદમાંથી પસાર થઈ વાલોડ તાલુકાની હદમાં પ્રવેશતા પોલીસે નાકાબંધી કરી હતી. જેમાં બાતમીવાળી કાર નંબર GJ/11/S/5147ને અટકાવી તપાસ કરતા કારમાં બેસેલ નિખિલગીરી ગોસ્વામી, જાગૃતિબેન ભરતપરી ગોસ્વામી (બંને રહે.ધનદીપ એપાર્ટમેન્ટ, સત્યનારાયણ સોસાયટી, પુણાગામ, સુરત) તથા દેવેન્દ્ર સોઠા (રહે.રાજ પાર્ક, શેરી એક ગુલાબ નગર, ડાંગરવાડા, જામનગર)ઓ હતા.
ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા કાર માંથી કુલ 66 નંગ વિદેશીએ દારૂની બોટલો મળી આવી હતી. આમ, પોલીસે વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 37,900/-અને કાર જેની કિંમત રૂપિયા 2,00,000/- તેમજ 2 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 2,41,900/-નાં મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા એક મહિલા સહીત બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500