Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ચાંપાવાડી ગામનાં ચાર રસ્તા નજીક અકસ્માત થતાં બે જણા ઈજાગ્રસ્ત, ફોર વ્હીલનાં ચાલક સામે સોનગઢ પોલીસે ગુનો દાખલ કર્યો

  • October 28, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ ચાંપાવાડી ગામનાં ચાર રસ્તા નજીક ટોકરવાથી સોનગઢ તરફ જતાં નેશનલ હાઈવે ઉપર એક ફોર વ્હીલ ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બુલેટ બાઈકને અડફેટે લેતાં બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.



તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hii લખી મોકલો...



મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં નાની ચીખલી ગામનાં બંધારી ફળિયામાં રહેતો ભાવેશભાઈ માલુભાઈ ગામીત નાઓ તારીખ 24/10/2023નાં રોજ સાંજના સમયે પોતાના કબ્જાની બુલેટ બાઈક નંબર GJ/05/HV/1348 લઈને લક્કડકોટથી ડોસવાડા તરફ જતાં હતા. તે દરમિયાન ચાંપાવાડી ગામનાં ચાર રસ્તા પાસે ટોકરવાથી સોનગઢ તરફ જતાં નેશનલ હાઈવે ઉપર એક ફોર વ્હીલ નંબર GJ/26/AB/9272નાં ચાલકે પોતાના કબ્જાની ફોર વ્હીલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ભાવેશભાઈની બાઈક સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.



તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hii લખી મોકલો...



જોકે આ અકસ્માતમાં ભાવેશભાઈને ડાબા હાથે તથા પગે ફેકચર કરી અને દાઢીના ભાગે ઈજા પહોંચી હતી તેમજ બુલેટ પર પાછળ બેસેલ ભાવેશભાઈનો મિત્ર અજયભાઈ અશ્વીનભાઈ ગામીત (રહે.ડોસવાડા ગામ, સોનગઢ)ને પણ આ અકસ્માતમાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચવાથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે ભાવેશભાઈ ગામીત નાએ સોનગઢ પોલીસ મથકે ફોર વ્હીલ ચાલક સામે ગુનો નોંધવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application