Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં બોરદા ગામે બે બાઈક સામસામે અથડાતા ચાર વર્ષીય બાળક સહીત ત્રણ લોકો ઈજાગ્રસ્ત

  • August 19, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં બોરદા ગામે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં ચાર વર્ષીય બાળક સહીત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, નિઝરનાં બોરદા ગામે ગુરૂવારનાં રોજ બપોરના સમયે રોહિત દિનેશ વરસાળે (રહે.ભાટ ગલી, નંદુરબાર)નાઓ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/05/KV/1213 અને રાજુભાઈ જાલામસિંગ પાડવી નાની પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/R/6797ને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામસામે અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો.



જોકે આ અકસ્માતમાં રોહિત વરસાળે નાઓને નાકની બાજુ જબડા પર તથા માથા તથા જમણી આંખની પાંપણ પર ઈજા પહોંચી હતી, જયારે રાજુભાઈને જમણા પગનાં નળાનાં ભાગે તેમજ શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી અને આ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકને પણ શરીરે ઓછી વત્તી ઈજા પહોંચી હતી. બનાવ અંગે અશ્વિનભાઈ બોરસેની ફરિયાદના આધારે નિઝર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application