Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : વ્યારા-સોનગઢ હાઇવે પર ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે સામસામે ટક્કર ,ત્રણને ઈજા

  • July 18, 2024 

વ્યારા- સોનગઢ હાઇવે પર ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે સામસામે ટક્કર થઇ હતી.આ અકસ્માતના બનાવમાં ત્રણ જણાને ઈજા પહોંચતા તેઓને ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


વ્યારા- સોનગઢ નેશનલ હાઇવે નંબર-૫૩ કીકાકુઈ ગામના હાઇવે ઉપર આજરોજ બપોરે આશરે ૧ કલાકના અરસામાં ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.રોંગ સાઈડ સામેથી આવતા દૂધ ટેન્કર નંબર જીજે/૧૮/બીટી/૨૨૪૪ના ચાલકે પોતાના ક્બ્જાનું દૂધ ટેન્કર રોંગ સાઈડ હાઇવે પર હંકારી લઇ ટ્રક નંબર એચઆર/૩૯/એફ/૫૫૬૧ને સામેથી જોરદાર ટક્કર મારી હતીઅકસ્માત સર્જાતા ટ્રકમાં ફસાયેલ તેનો ચાલક સનીભાઈ અશોકભાઈ યાદવ અને ક્લીનર રીંકુ શ્રીરામ પ્રકાશ શાખને બચાવવા આસપાસમાંથી દોડી આવેલા લોકોએ ટ્રક ચાલક અને ક્લીનરને ટ્રકમાંથી બહાર કાઢ્યા હતા.દરમિયાન અકસ્માત સ્થળે આવી પહોંચેલી ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી ત્રણ ઈજાગ્રસ્તોને વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બનાવ અંગે ટ્રક ક્લીનર રીંકુ શ્રીરામ પ્રકાશ શાખ રહે.ઇટાવા (યુપી)ની ફરિયાદના આધારે દૂધ ટેન્કર ચાલક સામે સોનગઢ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application