Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આડા સંબંધની જાણ સમાજમાં થશે તેવા બદનામ થવાનાં ડરે યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • June 02, 2022 

કુકરમુંડાનાં તુલસા ગામે રહેતા યુવક પરણિત હતો અને તેનો અન્ય એક ગામની યુવતી સાથે આડા સંબંધ હતો. જે અંગેની જાણ સમાજમાં થશે તો બદનામ થવાની બીકે ગામની સીમમાં આવેલ ખેતરનાં આંબાના ઝાડની ડાળી ઉપર ઓઢણી બાંધી ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગેની જાણ મરણ જનારના પિતા દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં જન કરવામાં આવી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કુકરમુંડાનાં તુલસા ગામે રહેતો અને ખેતી કામ કરીને જીવન નિર્વાહ કરનાર સાગર ઉર્ફ વિલાસભાઈ સુદામભાઈ વસાવા (ઉ.વ.27) ગતરોજ બોપરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘરેથી મારાં માટે ચા બનાવો હું કુદરતી હાજતે જઈને પરત આવું છું કહીને નીકળેલ હતો.




પરંતુ મોડી સાંજ સુધી પરત ના આવતા પરિવારે શોધખોળ શરૂ કરતા તુલસા ગામની જ સિમમાં આવેલ ગોવિંદભાઈ બાબુભાઈના ખેતરમાં આવેલ આંબાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો.




જયારે સાગરનો અન્ય ગામની યુવતી સાથે આડા સંબંધ હોય જે અંગેની જાણ સમાજમાં થશે તો બદનામી થવાના ડરથી આત્મહત્યા કરી હોવાનું સાગરના પિતા સુદામભાઈ નાનાસીંગભાઈ વસાવા દ્વારા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application