તાપી જીલ્લા એલ.સી.બી. સ્ટાફના માણસો વ્યારા પોલીસ સ્ટેશનનાં હદમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં ગુ.ર.નં.54-2018 65ઈ, 81, 98(2) મુજબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.1182 4004 200 794-2020 પ્રોહી એક્ટ કલમ 65એએ, 81, 98(2) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી અલ્પેશભાઈ ઉર્ફે નયન ઉર્ફે નયલો રાજુભાઈ રાઠોડ (રહે.કાન ફળીયું, બારડોલી)નાને વ્યારાના મિશનનાકા પાસેથી એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. આરોપીને ગુના બાબતે પૂછપરછ કરતા આરોપીએ સોનગઢ અને ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ ગુનાઓની કબુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application