વાલોડ તાલુકાનાં નાલોઠા ગામે નદી ફળીયામાં ખેતરમાં છેલ્લા પાંચ દિવસથી દીપડો આટા ફેરા મારી જતો રહેતો હોય જેથી અગાઉથી મુકવામાં આવેલા પાંજરામાં ગતરોજ સવારનાં 5 કલાકે દીપડો પાંજરે પુરાયો હતો. નાલોઠા ગામનાં નદી ફળિયામાં જગદીશભાઈ ચૌધરીના ખેતરમાં દીપડા દેખાતા હતા. જોકે ખેતરમાં દીપડો આંટા મારી જતા અને દિનદહાડે ખેતરમાં મરઘાનો શિકાર કરતા ગામમાં ત્રણ માસના અંતરાલમાં ખુલ્લે આમ દીપડો દેખાતા ગામમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું છે.
ગત ત્રણ માસમાં એક જ ફળિયા માંથી પ્રથમ વિરજીભાઈ ચૌધરી બીજી વખત વિરજીભાઇનાં ભાઈ માનસિંગભાઈ ચૌધરીનાં ખેતરમાં તથા બચુભાઈ ચૌધરીના ખેતરમાંથી બે વખત દીપડાઓ ત્રણ માસમાં પકડાયા હતા. જયારે ગતરોજ નદી ફળિયામાં જગદીશભાઈ ચૌધરીના ખેતરમાં અઠવાડિયા દિવસ અગાઉ દીપડો આંટા ફેરા મારી જતા આ વાતની જાણ ગામના સરપંચ દ્વારા વાલોડ વનવિભાગને અરજી કરી દીપડો પકડવા માટે જાણ કરવામાં આવી હતી.
સરપંચની અરજીના આધારે વાલોડ વનવિભાગ દ્વારા મારણ સાથે 5 દિવસ અગાઉ દીપડાના પગના નિશાન અને આજુબાજુનો નિરીક્ષણ કરી પાંજરૂ યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યું હતું. મળસ્કે 5 કલાકે દીપડો પાંજરા નજીક આવ્યો હતો અને મારણ ખાવાની લાલચે પાંજરામાં પ્રવેશ કરતા દીપડો પાંજરે પુરાયો હતો. તેની જાણ વનવિભાગને કરતા કર્મચારી અને WCCBનાં વોલીએન્ટર દ્વારા પાંજરાનો કબજો લઇ નાલોઠા ખાતેથી વાલોડ વનવિભાગની નર્સરી પર દીપડાને લાવી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500