Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : માતાએ ઠપકો આપતા ૨૨ વર્ષીય યુવકએ કર્યો આપઘાત

  • January 03, 2021 

સોનગઢ તાલુકાના વાંકવેલ ખાતે આવેલ ઈંટના ભટ્ટા પર મહારાષ્ટ્રના સેંધવા વિસ્તારમાંથી મજુરો કામે આવ્યા હતા અને ભટ્ટા નજીક જ ઝુંપડા બનાવી રહેતા હતા. તેમાંથી અનીલ કૈલાશભાઈ ખેરનાર(ઉ.વ.૨૨)પણ પોતાના પરિવાર સાથે ઝુપડામાં જ રહેતા હતો. પરંતુ સાંજના સમયે અનીલ અને તેની માતા વચ્ચે કોઈક બાબતે અનબન થતા માતાએ અનીલને ઠપકો આપ્યો હતો. જેથી અનીલએ માતાના ઠપકાને કારણે રાત્રીના સમયે ઘર છોડી નજીક આવેલી એક પાણી ભરેલ સ્ટોન કવોરીની ખીણમાં કુદી પાડ્યો હતો.

 

 

આ અંગે પરિવારજનોને જાણ તથા તેમને તરત સોનગઢ પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરના જવાનો રાત્રીના સમયે જ ખીણના ઉંડા પાણીમાં યુવકની તપાસ કરી હતી પરંતુ ફાયર ટીમને યુવકની કઈ માહિતી ના મળતા ફાયર ટીમે ફરી પાછું સવારે તપાસ હાથ ધરતા પાણીમાંથી અનીલ ખેરનારની લાશ મળી આવી હતી. આ ઘટના અંગે પોલીસ જરૂરી કાર્યવાહી કરી યુવકની લાશ પરિવારને સોંપી હતી.           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application