Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના બોરઠા ગામેથી બે સગીરો મળી આવતા ચાઈલ્ડ હેલ્પ લાઈનની મદદ લેવાઈ

  • August 26, 2021 

તાપીનાં નિઝર તાલુકાનાં નવલપુર-બોરઠા ગામના બસ સ્ટેશન પાસે ગતરોજ સવારના સમયે બે અજાણ્યા બાળકો જોવા મળી આવતા બોરઠા ગામના જાગૃત નાગરિક ઉમેશભાઈ કિશનભાઈ વળવીએ તેમની પૂછપરછ કરીને ચાઈલ્ડ લાઈનના હેલ્પ નંબર 1098 પર જાણ કરી હતી. જેથી નિઝર ચાઈલ્ડ લાઈનના સબસ્ટેશનના કોર્ડીનેટર ઓપરેટર મનીષભાઈ, ટીમ મેમ્બર છાયાબેન તેમજ માધુરીબેન દ્વારા બાળકોનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

 

નિઝર ચાઈલ્ડ લાઈન પાસેથી મળતી વિગત મુજબ, રાજસ્થાનના બોરુ ગામના રહેવાસીઓ રોશનભાઈ અન્નુભાઈ પાધરી (ઉ.વ.13) અને વેધ્યાભાઈ કેત્યાભાઈ ગુન્ના (ઉ.વ.13) જે બંને બાળકોને પોતાના ઘરેથી કોઈ અજાણ્યા ઈસમે મારૂતિ કારમાં બેસાડી લાવી તાપીના છેવાડાના નિઝર મહારાષ્ટ્રના બોર્ડર ઉપર ધાકધમકી આપીને છોડી ગયા હતા. ત્યારબાદ બંને બાળકો ચાલતા-ચાલતા નિઝરના નવલપુર-બોરઠા ગામની સીમમાં પહોચતા બોરઠા ગામના જાગૃત નાગરિકને મળી આવ્યા હતા. નિઝર ચાઈલ્ડ લાઈન સબસ્ટેશને જાણ થતા તેમની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી બાળકોનો કબ્જો લઈને વ્યારા ખાતે આવેલ ચાઈલ્ડની ઓફીસ તથા સી.ડબ્લ્યુ.સી.ને જાણ કરી હત અને બંને બાળકોને નિઝર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી નિઝરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ચેકઅપ કરીને વ્યારા ખાતે સી.ડબ્લ્યુ.સી.ને સોંપવા બાળકોને નિઝર ચાઈલ્ડ લાઈન સબસ્ટેશનની ટીમ નીકળી હતી.           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application