Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા ચીફ ઓફિસરની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

  • December 13, 2021 

વ્યારા નગરમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા ચીફ ઓફિસરની તાજેતરમાં વાપી ખાતે બદલી થતાં ગતરોજ વ્યારા નગરપાલિકા દ્વારા તેમના વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં ચીફ ઓફિસર દ્વારા 5 વર્ષ દરમિયાન કરેલા વિકાસના કામોમાં સહકાર આપનાર તમામ વ્યક્તિઓને આભાર વ્યક્ત કર્યો હતો. વ્યારા નગરપાલિકા ખાતે 5 વર્ષ અગાઉ ચીફ ઓફિસર તરીકે શૈલેષભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી જેમણે નિમણુંક થતાની સાથે જ વ્યારા નગરપાલિકાના વિકાસના કામોને વેગ આપ્યો હતો.જોકે, 5 વર્ષની ફરજ દરમિયાન તેમને રિવરફ્રન્ટ જલવાટીકા તળાવ, શ્રીરામ તળાવ, ઓડિટોરિયમ હોલ, નગર પાલિકાના નવા મકાન, ડંપિંગ સાઈડ, નગરના માર્ગો પર રીનોવેશન સહિત અનેક વિકાસના કામો કરી દેતા વ્યારાની રોનક બદલી નાખી નગરજનો પર એક ઉમદા છાપ છોડી હતી. તાજેતરમાં ચીફ ઓફિસર શૈલેષ પટેલની બદલી વાપી ખાતે થઇ હતી. જેને લઇને વ્યારા નગરપાલિકાના સ્ટાફ અને પાલિકા સભ્યો અને કર્મચારીઓ દ્વારા ઓફિસરને વિદાય સમારંભમાં યોજ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પાલિકા કર્મચારીઓ અને નગરજનો દ્વારા પોતાના શાસનકાળ દરમિયાન કર્મચારીઓએ તેમાં નગરજનોએ આપેલા સહકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application