Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલ.સી.બી પોલીસ રેઈડમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા કાર્યવાહી હાથ ધરાઈ

  • July 15, 2023 

મનિષા એસ.સુર્યવંશી/તાપી : સોનગઢનાં હનુમંતીયા ગામનાં નિશાળ ફળિયામાં નદી કિનારે આવેલ એક ખુલ્લા છાપરામાં જુગાર રમતા છ જુગારીઓ પોલીસ રેઈડ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસોને ગુરૂવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, હનુમંતીયા ગામનાં નિશાળ ફળિયામાં નદી કિનારે આવેલ એક ખુલ્લા છાપરામાં કેટલાક ઈસમો નીચે બેસી ગોળ કુંડાળું કરી પૈસા વતી હારજીતનો જુગાર રમે છે.



જે બાતમીનાં આધારે તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો બાતમી વાળી જગ્યાએ પહોંચી ખાનગી વાહનો થોડે દૂર રોડની સાઈડમાં ઊભા રાખી ચાલતા ચાલતા સ્થળ પર રેઈડ કરતા કેટલાક ઈસમો એક ખુલ્લી ઝૂંપડીમાં ગોળ કુંડાળું કરી પૈસા વતી હારજીતનો પાનાપત્તાનો જુગાર રમતા હોય અને કંઈક આપ-લે કરતા હોય પોલીસ સ્ટાફનાં માણસોએ કોર્ડન કરી જુગાર રમતા છ ઈસમોને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા.



આમ, પોલીસે ગેરકાયદેસર રીતે જુગાર રમતા જુગારનાં સાધનો જેમાં ગંજીપાનાની બે કેટ તથા દાવનાં રૂપિયા તેમજ જુગાર રમવા માટે હાથ ઉપર રાખેલ રૂપિયા તથા 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 35,010/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




પોલીસ રેઈડમાં જુગાર રમતા ઝડપાયેલ છ જુગારીઓ...


1.ધીરુ ભીલીયાભાઈ ચૌધરી (રહે.હનુમંતીયા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

2.રમેશ નગીનભાઈ ગામીત (રહે.હનુમંતીયા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

3.સુખા રતનજીભાઈ ગામીત (રહે.હનુમંતીયા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

4.ચંદુ ગુરજીભાઈ ગામીત (રહે.હનુમંતીયા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

5.સમીર રમણભાઈ ગામીત (રહે.હનુમંતીયા ગામ, વચલું ફળિયું, સોનગઢ) અને

6.જીગર નવીનભાઈ ગામીત (રહે.હનુમંતીયા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application