Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના બોરઠા ગામેથી મળી આવેલ બે બાળકોનું પરિવાર સાથે થયું મિલન

  • August 30, 2021 

તાપીના નિઝર તાલુકાના નવલપુર-બોરઠા ગામના બસ સ્ટેશન પાસેથી ગત તા.25મી ઓગસ્ટના રોજ સવારના સમયે બે અજાણ્યા બાળકો મળી આવતા બોરઠા ગામના એક જાગૃત નાગરિક ઉમેશભાઈ વળવીએ બાળકોની પૂછપરછ કર્યા બાદ ચાઈલ્ડ હેલ્પ લાઈનાના નંબર 1098 ઉપર જાણ કરી હતી. જેથી નિઝર ચાઈલ્ડ લાઈનના સબસ્ટેશનના કોર્ડીનેટર ઓપરેટર મનીષભાઈ, ટીમ મેમ્બર છાયાબેન તેમજ માધુરીબેન દ્વારા બાળકોનો કબ્જો લઈને વ્યારા ચાઈલ્ડ લાઈન ખાતે અને સી.ડબ્લ્યુ.સી.ને જાણ કરીને બંને બાળકોને નિઝર પોલીસ સ્ટેશનમાં હાજર કરીને નિઝરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ કરાવીને નિઝર ચાઈલ્ડ હેલ્પ લાઈન સબસેન્ટરની ટીમ દ્વારા વ્યારા ખાતે સી.ડબ્લ્યુ.સી.ને બાળકો સોપાયા હતા. જયાંથી બાળકોને તાપીના તાળકુવા ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં રાખી તાત્કાલિક બાળકોના વાલીની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોના પરિવારનો સંપર્ક થતા બંને બાળકો રોશનભાઈ પારઘી અને બદાભાઈ ધોરના ઓના પિતાઓને વ્યારા ખાતે બોલવવામાં આવ્યા હતા અને બંને બાળકોનો કબ્જો તેમને સોપવામાં આવ્યો હતો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application