વ્યારા : તાપી જિલ્લામાં બહુચર્ચિત બળત્કાર અને ઉચાપત મામલે આજરોજ કોર્ટે ખુબ મહત્વનો હુકમ કર્યો છે,જેને લઇ પોલીસબેડામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. કારણ કે હવે પોલીસની ખેર નથી, ડો.શૈલેન્દ્ર ગામીત સામે દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ તો નોંધવી પડશે..!! જોકે પોલીસ ક્યા કાયદા હેઠળ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે તે તો આવનાર સમયમાં જ જોવાનું રહ્યું.
તાપી જિલ્લાની નામચીન હોસ્પિટલના સંચાલક ડો. શૈલેન્દ્ર ગામીત પર તેની જ હોસ્પિટલમાં કામ કરતી બે યુવતીઓએ આરોપ લગાડ્યો હતો એક યુવતીએ છેડતીની ફરિયાદ આપી હતી જયારે બીજી યુવતીએ તેના પર લગાડ્યા છે દુષ્કર્મના આરોપ,હોસ્પિટલની બે કર્મચારીઓ કે જેઓએ નોકરી છોડી દીધી છે.કરતી બે યુવતીઓએ ગત તા.૨૯મી જુન નારોજ ગંભીર ફરિયાદ પોલીસમાં આપી હતી.જોકે તે સમયે પોલીસ કોઇપણ પ્રકારની ફરિયાદ દાખલ કરી નહતી.
યુવતીઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપી હતી કે ડો. શૈલેન્દ્ર ગામીતે વારંવાર બળાત્કાર ગુજાર્યો છે.જાન્યુઆરી ૨૦૨૩ થી આ દુષ્કર્મનો કિસ્સો શરૂ થયો.તે વારંવાર યુવતી ને હોસ્પિટલના ડિલક્ષ રૂમમાં બોલાવી અને જબરજસ્તી દુષ્કર્મ આચરતો હતો. ફરિયાદમાં યુવતીએ તેણીની પાસે ગ્રુપ સેક્સની માંગણી કર્યો હોવાનું પણ જણાવ્યું છે. વારંવાર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય હોસ્પિટલમાં અને અન્ય સ્થળે કર્યો હોવાનો યુવતી ન ગંભીર આક્ષેપ કરાયો છે.ત્યારે ડો.શૈલેન્દ્ર યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હોય યુવતીને ફરિયાદ કરવામાં વિલંબ થયો હોવાનું પણ જણાવ્યું છે. ત્યારે યુવતીએ પોલીસ ને વોટ્સ અપ ચેટ તેમજ બીભત્સ મેસેજ અને વારંવાર સેકસની માંગણીની માહિતી પણ આપી છે.વધુમાં આજ હોસ્પિટલમાં કામ કરતી એક યુવતીએ ડો.શૈલેન્દ્ર ગામીત વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી છે.અને ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે ટેક્ષના નાણાં બચાવવા ડો.શૈલેન્દ્ર દર્દીઓના ઈલાજમાં નાણાં આ યુવતીના ખાતામાં જમા કરાવ્યો હતો. ત્યારે ઈનકમ ટેક્ષ અને જીએસટી વિભાગ દ્વારા પણ આ દિશામાં તપાસ હાથ ધરાઇ તો નવાઈ નહી ત્યારે યુવતીએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી.યુવતીઓએ પોલીસમાં ફરિયાદ આપી ત્યાર બાદ મીડિયામાં સમાચારો વહેતા થતા જ વ્યારા પોલીસ દોડતી થઇ હતી.પોલીસે ડો.શૈલેન્દ્રની હોસ્પિટલ પર તપાસના ધામાં નાખ્યાં હતાં. ત્યાં કામ કરતા કર્મચારીઓ તેમજ યુવતીઓએ ફરિયાદમાં આપેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.
જોકે તા.૬ જુલાઈ નારોજ ડો.શૈલેન્દ્ર ગામીતે મીડિયા સામે ખુલાસો આપ્યો હતો કે,બળાત્કાર અને છેડતીના આક્ષેપો પાયા વિહોણા છે,આથી ઉલટું બળાત્કારની અને છેડતીની ફરિયાદ આપનાર યુવતીએ હોસ્પિટલમાં ઉચાપત કરી હોવાનો આક્ષેપ કર્યા હતા.યુવતીઓએ ૩ કરોડથી વધુ રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપો કર્યા હતા.યુવતીએ પોલીસને આપેલા ચેટના સ્ક્રીન શોટ પણ ખોટા હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન તા.૮મી જુલાઈ નારોજ ડો.શૈલેન્દ્રની પત્ની હેમાંગનીએ યુવતીઓએ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમ્યાન હોસ્પિટલ અને પેથો કેર લેબોરેટીમાં માંથી ૪૪,૩૧,૪૬૫ રૂ.ની ઉચાપત કરી હોવાની આપેલી ફરિયાદના આધારે બંને યુવતીઓ વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.વધુમાં ૨૦૧૯ થી ૨૦૨૪ દરમ્યાન યુવતીઓએ કુલ ૩,૬૭,૪૬,૭૪૮ રૂ. ની ઉચાપત કરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આપને અહીં જણાવી દઈએ છીએકે,પોલીસે યુવતીઓએ આપેલી છેડતી અને દુષ્કર્મની ફરિયાદો નહિ નોંધી ડો.શૈલેન્દ્ર પત્નીની યુવતીઓએ ઉચાપત કરી હોવાની એફઆઇઆર કરતાપંથકમાં ચકચાર મચી હતી. ડો.શૈલેન્દ્ર ની પત્ની ડો. હેમાંગીનીની ફરિયાદ ને લઈને અનેક તર્કવિતર્કો વહેતા થયા છે. દરમિયાન પોલીસ દ્વારા દુષ્કર્મની એફઆઇઆર ન નોંધવામાં આવતા પીડિત યુવતીએ ન્યાયાલય ના દ્વાર ખખડાવ્યા હતા. ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી ૧૫૪ તથા ૧૫૬ મુજબ કોર્ટ એફઆઇઆર કરવાનો હુકમ કરે તે માટે કેસ દાખલ કર્યો.
તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડો.શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઇસીયુ ના સંચાલક વિવાદોમાં આવ્યા છે એક યુવતીએ તેની વિરુદ્ધ દુષ્કર્મ તેમજ બીજી યુવતીએ છેડતી તેમજ ડૉ. શૈલેન્દ્ર દ્વારા દર્દીઓના બિલના નાણાં ટેક્ષ બચાવવા તેઓના બેંક ખાતામાં જમા કરાવી રોકડા લઈ લેતા હોવાની અરજી પોલીસમાં આપી હતી. પરંતુ પોલીસ દ્વારા તેમની આ ફરિયાદ નોંધવામાં ન આવતા બંને યુવતીઓએ વ્યારાની જુડીશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ પોલી દ્વારા તેમની ફરિયાદ નોંધવામાં આવે તે માટે અરજી કરવામાં આવી છે.ત્યારે તા.૧૦મી જુલાઈ નારોજ મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિત યુવતીઓના વકીલે ધારદાર દલીલો કરી હતી.તેઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ના ગાઈડ લાઈન મુજબ જો કોઈ અધિકારી પોલીસ ઓફિસર સમક્ષ કોગનીઝેબલ ગુનો જાહેર થાય તો પોલીસ અધિકારી ગુનો નોંધવાની તેમની ફરજ ટાળી શકતા નથી, ભૂલ કરનાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ.તેવી બંને પીડિત યુવતીના વકીલ નીતિન પ્રધાન તરફથી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
આજરોજ એટલેકે તા.૧૧મી જુલાઈ નારોજ આ મામલે નામદાર ચીફ કોર્ટે હુકમ કરતા પોલીસ બેડામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. કારણ કે,હવે પોલીસની ખેર નથી,ડો.શૈલેન્દ્ર ગામીત સામે દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ તો નોંધવી જ પડશે..!! જો કોઈ કોગ્નીઝીબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનએ ફરીયાદી આપે તો, પોલીસે તે ગુના સબબની ફરિયાદ નોંધવી જ જોઈએ.તેમજ સદર ગુનાની પ્રથમ સત્યતા કે ખરાઈ ચકાસણી કરવાની પોલીસને કોઈ વિવેકાધીન અધિકાર નથી.તેમજ જયારે સદર કામે કોઈ કોગ્નીઝીબલ ગુનાની ફરિયાદ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ : ૧૫૪ અન્વયે પોલીસ સ્ટેશન ફરિયાદ ન લેતા, કોગ્નીઝીબલ ગુના સબબ ની ફરિયાદ નોંધવા બબાતે કોર્ટ હુકમ કરી શકે છે.આથી વ્યારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને હુકમ કરવામાં આવે છેકે,બંને પીડિતોઓએ ( ફરીયાદી/અરજદાર) વ્યારા પોલીસમાં આપેલ તા.૨૯મી જુન ૨૦૨૪ ની અરજી/ફરિયાદમાં જણાવેલ આક્ષેપો/હકીકત સબબની ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application