Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પોલીસની કામગીરી : પ્રોહી. ગુન્હાના નાસતા ફરતા 5 વોન્ટેડ આરોપીઓને દમણ ખાતેના દેવકા હાઉસ હોટલમાંથી ઝડપી પાડ્યા

  • September 11, 2023 

પોલીસ મહાનિરીક્ષશ્રી સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપીનાઓ દ્વારા પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સંબધિત ગુન્હાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને રવિવારના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તાપી નાઓએ વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહી ગુનાના અને કલમ 201 મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટેની સૂચના આપેલ હોય જે આધારે એલ.સી.બી. તાપીનાઓ એલ.સી.બી. તાપી/પેરોલ ફ્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સદર ગુનાના આરોપીઓની તપાસ કરતા હતા.



તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉપરોક્ત ગુનાના આરોપીઓને દમણ ખાતે હોવાનું જણાય આવતા દમણ ખાતે જઈ સ્થાનિક પોલીસની મદદથી મેળવી દમણ ખાતે તપાસ કરતા દેવકા હાઉસ હોટલમાંથી નાસતા ફરતા વોન્ટેડ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં 1.કિરણ ઉર્ફે કિરીટ ઉર્ફે કિરણ મણીલાલ ચૌધરી (રહે.બોરખડી ગામ, ભાટી ફળિયું, વ્યારા), 2.હેમંતભાઈ જમુભાઈ ચૌધરી (રહે.ખડકાચીખલી ગામ, નિશાળ ફળિયુ, સોનગઢ), 3.આશિષ ઉર્ફે પાંડુ અર્જુનભાઈ ચૌધરી (રહે.બોરખડી ગામ, ભાટી ફળિયું, વ્યારા), 4.રતિલાલ ઉર્ફે રતુ સંજયભાઈ ગામીત (રહે.કનાળા ગામ, પુરવ ફળિયું, સોનગઢ) અને 5.જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનોદભાઈ ચૌધરી (રહે.બળતલ ગામ, ગોડાઉન ફળિયુ, માંડવી)નાઓને ઝડપી પાડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application