Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકગીતોની સ્પર્ધામાં સોનગઢની ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્યએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો

  • August 25, 2021 

“આઝાદી કા અમૃત મહોત્સવ” તથા “રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી”ની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા મેઘાણી રચિત લોકગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની લોકગીતોની આ સ્પર્ધા બોટાદ જિલ્લામાં આદર્શ વિદ્યાલયના પટાંગણમાં તા.૨૩/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાઈ હતી.

 

 

 

 

 

ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ સમાન ખ્યાતનામ સાહિત્યકારની રચનાઓ જિલ્લાના લોકકલાકારો દ્વારા રજુ થાય અને કલાકારોની કલાઓને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુ સાથે ૩૩ જિલ્લાના કલાકારોએ પોતાની કૃતિ રજુ કરી હતી.

 

 

 

 

 

સૌપ્રથમવાર ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત સ્પર્ધા ૨૦૨૧માં વર્ચ્યુઅલ ઓનલાઈન ભાગ લેવા માટે  તાપી જિલ્લાના ૧૫ થી ૩૫ વયજૂથમાં ૧૨ સ્પર્ધકો અને ૩૫ થી ઉપર વયજૂથમાં ૫ કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ રમણભાઈ ચૌધરી અને તેમનું કલાવૃંદ જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે આવી રાજ્યકક્ષાની સ્પર્ધામાં બોટાદ ખાતે ભાગ લઇ તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. તેમના કલાવૃંદમાં ઢોલવાદક ખાનપુરના જિગ્નેશભાઈ ચૌધરી, હારમોનિયમ જિલ્લા માહિતી કચેરી, વ્યારાના અલ્કેશકુમાર ચૌધરી અને ખુ.મા.ગાંધી સ્કુલના ધો.૫નો બાળ કલાકાર ખંજરી વાદક મીત પ્રદિપભાઈ ચૌધરીએ સંગીત પીરસી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રાજ્યકક્ષાનું પરિણામ પાછળથી જાહેર કરવાનું આયોજકોએ જણાવ્યું હતું. રાજ્યકક્ષાએ ભાગ લેવા બદલ તાપી જિલ્લા વહીવટીતંત્ર તથા સહાયક માહિતી નિયામક આર.આર.તડવી, જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા, યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે રાજ્યકક્ષાએ ભાગ લેનાર કલાકારોને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application