Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Nizar : ખેતરમાંથી ડિઝલ એન્જિનની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • May 24, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : નિઝર ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી સિચાઇ માટે રાખેલ 8 હોર્સ પાવરવાળુ ડિઝલ એન્જિનની ચોરી થતાં પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, નિઝર નગરનાં કેટેગરીની પાછળ રહેતા મોગ્યાભાઈ સુપાભાઈ પાડવીનાં ખેતર માંથી ગત તા.21નાં રોજ નિઝર ગામની સીમમાં આવેલ સર્વે નં.32ની ભાડા પેટે રાખેલ ખેતરમાં સિચાઇ માટે રાખેલ 8 હોર્સ પાવરવાળુ રસ્ટન ISI ડિઝલ એન્જિન જેની કિંમત રૂપિયા 32,500/-ની હતી.



જોકે કોઇ અજાણ્યો ચોર ઇસમ રીક્ષા જેવુ વાહન જેનો રજીસ્ટર નંબર કે કલર વિગેરેની ખબર નથી તેમાં ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે મોગ્યાભાઈ પાડવી નાએ સોમવારનાં રોજ સાંજનાં સમયે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application