Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • August 30, 2021 

ઉચ્છલ તાલુકાના જામણઝર ગામ પાસેથી એક કારમાંથી વગર પાસ પરમિટે દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો શનિવારે સાંજે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, જામણઝર ગામના અંતરીયાળ રસ્તા પરથી એક સફેદ કલરની સેન્ટ્રો કારમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ આવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે ભડભૂંજા ગામ નજીક વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાતમી વાળી કાર નંબર જીજે/05/સીજે/3422 આવતા જોઈ તેને અટકાવી તેમાં તપાસ હાથ ધરતા કાર માંથી વગર પાસ પરમિટે વિદેશી દારૂની 65 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 11,550/- હતી. આમ, પોલીસે દારૂની બોટલો, કાર તેમજ એક નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 82,550/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુણવંતભાઈ મુળજીભાઈ પટેલ (રહે.ભીમરાડ, સુરત)ની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.         


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application