વલસાડ જિલ્લાનાં કપરાડાનાં બારપુડાના રિઠમાળ ફળિયામાં એકનાથભાઈ વિઠ્ઠલભાઈ ચૌધરી તેમની પત્ની હીરીબેન અને પાંચ પુત્રીઓ સાથે અલગ ઘરમાં રહેતો હતો. એકનાથ મંગળવારે બાઈક લઈને કપરાડાના વાવર ગામેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે એકનાથે બાઈકનાં હેન્ડલ પરનો કાબુ ગુમાવતા તેની બાઈક સ્લીપ થઈ હતી. ત્યારબાદ તે બાઈક નજીકમાં આવેલ ખનકીમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એકનાથને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સુથારપાડા સી.એચ.સીમા લઈ જવાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે એકનાથને સારવાર મળે તે પહેલા મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે મૃતકના મોટા ભાઈ પંઢરીનાથ ચૌધરીએ કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application