Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાની હદમાં દીપડો નજરે ચડતા લોકો ભયભીત

  • August 26, 2021 

કુકરમુંડા તાલુકાને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લામાં આવેલ સાતપૂડા પર્વતના જંગલો તરફથી ખૂંખાર દીપડા કે અન્ય વન્ય પ્રાણીઓ ખોરાક-પાણીની શોધમાં કુકરમુંડાના હદ વિસ્તારમાં નીકળી આવતા હોવાથી આવા વન્ય પ્રાણીઓ લોકોની નજરે ચઢે છે. કુકરમુંડાની સીમમાં તાપી નદી પસાર થતી હોય જેથી આવા ખૂંખાર વન્ય પ્રાણીઓને પાણી સરળતાથી મળી રહે છે અને તાપી નદી કિનારાઓ અડીને શેરડીના મોટા ખેતરો આવેલ હોવાથી જંગલોમાંથી નીકળી આવેલા ખૂંખાર દીપડાને વસવાટ કરતા હોય છે અને ખેડૂતોના પાલતું પશુઓનું શિકાર કરીને પોતાનો ખોરાક પણ મેળવતા હોવાથી ખેડૂતો અને પશુ પાલકોઓને ખેતરોમાં જવા માટે મુશ્કેલ બન્યું છે.

 

 

 

 

 

કુકરમુંડા ગામમાં એ.પી.એમ.સી. કંપાઉન્ડ વોલની પાછળ આવેલ શેરડીના ખેતરોમાં બહાર આવી રહેલ દીપડાને સ્થાનિક લોકોએ નજરે જોતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. જોકે, લોકોએ જોઇને તે પુન: શેરડીના ખેતરોમાં ઘુસી જતા લોકો હવે ખેતર વિસ્તારમાં જવા માટે ભય અનુભવી રહ્યા છે. ત્યારે વનવિભાગ પાંજરાની ગોઠવણ કરી દીપડાને પૂરે તો ખેડૂતો ભય મુક્ત થઈ ખેતી કામ કરી શકશે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application