Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે “PATHIK” એપમાં કરવાની રહેશે

  • August 02, 2023 

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ અને કોસ્ટલ સિકયુરીટી ગુજરાત રાજય અમદાવાદના દ્વારા રાજયના તમામ શહેર જિલ્લાઓમાં આવેલ હોટલ /ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળાઓમાં રહેઠાણ માટે આવતા ગ્રાહકોની નિયમિત રીતે નોંધણી થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા વિકસાવવામાં આવેલ પથિક સોફ્ટવેર દરેક શહેર/જીલ્લાઓમા આવેલ હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળાઓમાં કાઉન્ટર ઉપર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી હોટલ/ગેસ્ટહાઉસ/ મુસાફરખાના/ધર્મશાળાઓમાં આવતા ગ્રાહકોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા તથા પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરવા તેમજ પથિક સોફ્ટવેરનો ઉપયોગ ફરજીયાત બનાવવા માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.



જે અન્વયે તાપી જીલ્લાનાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટહાઉસ/ મુસાફરખાના/ધર્મશાળાઓમાં અસામાજિક તત્વો તથા આંતર જીલ્લા તેમજ આંતર રાજયનાં ગુનેગારો તેમજ ત્રાસવાદી સંગઠનોનાં માણસો રોકાઇને પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપે તેવી સંભાવના રહેલી હોય, આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે સારૂ હોટલ/ગેસ્ટહાઉસનાં માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની સાથે દરેક હોટલ/ગેસ્ટ હાઉસ ખાતેના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથિક (Program for Analysis of Traveller & Hotel Informatics) સોફટવેર ઇન્સ્ટોલ કરી તેમા પણ ગ્રાહકોની નિયમિત અને ફરજીયાત એન્ટ્રી કરે તે સારૂ તાપી જીલ્લા વિસ્તારમાં આર.જે.વલવી (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૧) હેઠળ મળેલ સત્તાની રૂએથી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.



તાપી જિલ્લાનાં હદ વિસ્તારમાં આવેલ તમામ હોટેલ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળા/ મુસાફરખાનાના માલિકે સદર જગ્યાએ રોકાણ કરનાર ગ્રાહકોની એન્ટ્રી કરવા માટે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સહિતનું એક કોમ્પ્યુટર લગાવવાનું રહેશે અને તેમા ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ''PATHIK'' (Program for Analysis of Traveller & Hotel Information) સોફટવેર ઇન્સ્ટોલ કરવાનું રહેશે તેમજ તેના મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ પણ આ ’PATHIK’” સોફ્ટવેરમાં ફરજીયાત પણે ઓનલાઇન કરવાની રહેશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ઘરાવતા તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ તા.૧૭-૦૮-૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application