Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ફાળવવામાં આવેલ પાંજરાપોળને રદ્દ કરવા સ્થાનિકોની માંગ

  • August 27, 2021 

વ્યારા નગરનાં વોર્ડ નંબર-1માં આવેલ સિંગી ફળિયા વિસ્તારના સ્થાનિક લોકો હાલમાં વડીલોપાર્જીત સમયથી રહેતા આવેલ છે અને અહીના સ્થાનિક લોકો શરૂઆતથી જ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. થોડા સમય પહેલા જ બાહરી લોકો દ્વારા આ વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ ખાલી જગ્યામાં દબાણ કરવાના પ્રયત્ન કરતા હતા જે બાબતે નગરપાલિકા દ્વારા આ ખાલી જગ્યાને તારનું ફેસિંગ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

જોકે આ વિસ્તારને ઠરાવ કરીને નગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ઢોરોને એકત્રીત કરી અહી પાંજરાપોળ બનાવવાનું આયોજન કર્યું છે જે સ્થાનિકોને ના મંજુર છે અને તેનો સખત વિરોધ કરી રહ્યા છીએ. અહીના સ્થાનિકો પહેલાથી જ ઘણી તકલીફોનો સામનો કરતા આવ્યા છે અને ઘણી મુશ્કેલી વેઠી છે અને આ વિસ્તારમાં પાંજરાપોળ બનાવી નગરપાલિકા વધુ મુશ્કેલી આપી રહી છે જે સ્થાનિકો ચલાવી લેશે નહિ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આવનારી પેઢી હવે હાલાકી નહિ ભોગવે અને આગળ આવે તે માટે આ વિસ્તારમાં આવેલ ખાલી જગ્યા પર જ્યાં પાંજરાપોળનો ઠરાવ કરવામાં આવ્યો છે તેને બદલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/હોસ્પિટલ/વ્યાયામ શાળા/સ્કુલ/રોજગારી પૂરું પાડતું આધુનિક તાલીમ કેન્દ્ર બને અને નગરના તથા આ વિસ્તારના નવયુવાનો આગળ આવે તેમજ તેમની ઉજ્જવળ કારકિર્દી બનાવે તેવી સ્થાનિકોએ નગર પાલિકાને રજૂઆત કરતા માંગણી કરી છે. વધુમાં જો માંગણી સ્વીકારવામાં નહિ આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application