Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

  • May 14, 2022 

નિઝર તાલુકામાં આવેલા જુના કાવઠા ગામની સીમમાંથી કોટલી ગામ તરફ જતા રસ્તા ઉપર ગતરોજ તાપી ભુસ્તર વિભાગ પ્રાંત અધિકારી, સહીત નિઝર-કુકરમુંડા તાલુકા મામલતદારો તેમની ટીમ દ્વારા ગેરકાયદેસરની રેતી વહન કરતી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે રેડ પાડી હતી. જેમાં જુના કાવઠા ગામની સીમમાં રસ્તા ઉપરથી પસાર થતી રેતી ભરેલી ટ્રકને ઉભા કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.



જોકે ભૂસ્તર વિભાગ, પ્રાંત અધિકારી તેમજ નિઝર અને કુકરમુંડા તાલુકાના મામલતદાર સહીત તેમની ટીમ દ્વારા રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં જૂના કાવઠા ગામની સીમમાં ગેરકાયદે રેતી વહન કરતી ટ્રકનું ચેકિંગ હાથ ધરાતા ગેરકાયદે રેતી વહન કરતા રેત માફિયામાં ફફડાટ મચી ગયો હતો. જયારે અમુક રેતી ભરેલી ઓવરલોડ ટ્રકમાંથી ટ્રક ચાલકો દ્વારા અધિકારીઓ સામે જ સ્થળ ઉપર ખાલી કરી દીધી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકામાં બેફામ બનેલા રેત માફિયાઓ દ્વારા તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન થઇ રહ્યું હોવા અંગે તેમજ વગર રોયલ્ટી અને રેતીની ઓવરલોડ ભરી જતી ટ્રકો સામે નિઝર તાલુકામાંથી અનેક આવેદન પત્ર અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને તાપી ભૂસ્તર વિભાગ, પ્રાંત અધિકારી તેમજ નિઝર અને કુકરમુંડા તાલુકાનાં મામલતદારો અને તેમની ટીમ દ્વારા રેત માફિયાઓ સામે લાલ આંખ કરી હતી.


નિઝરના કોટલી ગામની સીમમાં આવેલ તાપી નદીમાંથી રેતી ભરીને આવતી ટ્રકોનું ચેકિંગ જુના કાવઠા ગામની સીમમાં કરવામાં આવ્યું હતું, જેમાં 45થી વધુ ટ્રકોનું ચેકિંગ કરાયું જેમાં રેતી ભરેલ ઓવર લોડ ટ્રકો, રોયલ્ટી વગર ટ્રકો, ખાલી ટ્રકો સામેલ હતી. સ્થળ ઉપર ચેકિંગ સહીતની કામગીરીમાં મોડી રાત સુધી ચાલુ રહી હતી. નિઝર તાલુકામાં ગેરકાયદે રેતી ખનન બાબતે ફરિયાદ થતાં જેને લઈને જવાબદાર તંત્ર દ્વારા નિઝરના જુના કાવઠા ગામની સીમા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી હતી. જેમાં 6 જેટલી ટ્રકોમાં બરાબર રોયલ્ટી હતી, જેમના નિવેદન લઇને છોડી દેવામાં આવ્યા હતા.



બીજી 6 રેતી ભરેલ ઓવર ટ્રકોમાં મળી આવતા તેમને સીઝ કરવામાં આવી હતી. તેમજ 6 ટ્રક ખાલી મળી આવતા જેમના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય 30 જેટલી ટ્રકના ચાલકોના નિવેદન લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. તમામ રિપોર્ટ તૈયાર થયાં બાદ કસૂરવાર સામે દંડનીય કાર્યવાહી કરવામા આવશે તેમ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application