તાપી જીલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર દિવસ દરમિયાન ચોરીની ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાઈ હતી. જે બાદ પોલીસે ગેંગને પકડવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન જીલ્લા એલસીબીને મળેલ બાતમીના આધારે, સોનગઢથી ચોર ટોળકીના ત્રણ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમની પુછપરછ દરમિયાન લાખોની કિંમતનો સોના-ચાંદી, રોકડ સહિત એક મોટરસાઈકલ કબ્જે લીધી હતી.
સોનગઢથી એલસીબીના હાથે ઝડપાયેલી રાજા ગેંગના ત્રણ જેટલા ઈસમોની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ રાજા ગેંગએ તાપી તેમજ નવસારી અને મહારાષ્ટ્રમાં ચાલકીથી ચોરીને અંજામ આપેલો હોવાનું બહાર આવ્યું હતું.
આ રાજા ગેંગએ ખાસ કરીને મોડસ ઓપરેન્ડીથી ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. હાલ પોલીસે તેમના રિમાન્ડની સાથે તેમની રાજા ગેંગમાં કેટલા સદસ્યો છે, અને કેટલી જગ્યાઓ પર ચોરી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500