ઉચ્છલ તાલુકામાં છેલ્લા 6 વર્ષથી નારી અદાલતમાં તથા પોતાનું ‘દીપજીવન જ્યોત મહિલા અને બાળ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ’ ચલાવી સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખ પામનાર એવા, જ્યોતિબેન મહેશભાઈ ચૌધરી, જે સમાજમાં સ્ત્રીઓ સાથે થતાં અન્યાય અને સ્ત્રીઓની મદદ માટે હંમેશા તત્પર રહી એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, જ્યોતિબેન સ્ત્રીઓને આગળ લાવવા માટે અને સ્ત્રીઓને પગભર થવા માટેનું ગાઈડ-લાઈન પૂરું પાડી હંમેશા પ્રોત્સાહન આપે છે.
જ્યોતિબેન સમાજની દરેક સ્ત્રી પગભર થાય એવું ઈચ્છે છે, જ્તોતિબેન એવું પણ માને છે કે, સ્ત્રી અભણ છે એટલે એવું નહિ કે ભાંગી પડે, દરેક સ્ત્રીએ પોતાની આવડત પ્રમાણે પોતાના પગ પર ઉભા રહેવું જોઈએ જેથી કોઈના સામે હાથ લંબાવાનો સમય ના આવે અને પોતે આત્મનિર્ભર રહી શકે.(મનિષા સૂર્યવંશી દ્વારા તાપી)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500