ગૃહ વિભાગ દ્વારા પ્રકાશિત કરાયેલ પોલીસ વિભાગની પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીના નવા નિયમોમાં બાહોશ અને ક્ષમતા ધરાવતા ઉમેદવારો નોકરીથી વંચિત રહી જાય તેવી શક્યતા હોવાથી, નવા નિયમોમાં સુધારો કરવા અંગે તાપી જીલ્લાના ઉમેદવારોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
તાપી જીલ્લાના નોકરી-વાંચ્છુક યુવાનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, તા.04/01/2021ના રોજ જાહેર થયેલી ભરતીમાં પીએસઆઈ અને એએસઆઈ ભરતી ત્રણ તબ્બાકામાં લેવામાં આવશે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે તબ્બકામાં લેવામાં આવશે, જેમાં શારીરિક કસોટી, લેખિત પરીક્ષા લેવાશે. નવા ભરતીના નિયમ મુજબ પીએસઆઈ અને એએસઆઈની ભરતીમાં શારીરિક કસોટી દોડનું એક મેરિટ તૈયાર કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કા એટલે કે શારીરિક કસોટીમાં કુલ ખાલી જગ્યાના 15 ગણા ઉમેદવારોને જ બીજા તબક્કા-પ્રાથમિક કસોટી માટે બોલવવામાં આવશે, જયારે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં શારીરિક કસોટી દોડનું એક મેરિટ તૈયાર કરવામાં આવશે, કે જેમાં પ્રથમ તબક્કા એટલે શારીરિક કસોટીમાં કુલ ખાલી જગ્યાના માત્ર 8 ગણા ઉમેદવારોને જ બીજા તબક્કા લેખિત એટલે કે શારીરિક કસોટીમાં કુલ ખાલી જગ્યાના માત્ર 8 ગણા ઉમેદવારોને જ બીજા તબક્કા લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જેથી 20 મિનીટમાં દોડ પૂરી કરનાર ઉમેદવાર વધુ માર્ક્સ સાથે અગ્રિમ હરોળમાં આવી જાય, જયારે નિયમ મુજબ 25 મિનીટની દોડ પૂરી કરનાર ઉમેદવારની બાદબાકી થઈ જાય.
નવા નિયમોને લીધે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રાત-દિવસ એક કરીને તનતોડ મહેનત કરનાર બાહોશ ઉમેદવારોના જ્ઞાનની ચકાસણી થશે જ નહિ. પીએસઆઈ અને એએસઆઈ ભરતી માટે દોડમાંથી જે 15 ગણા ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ કરવામાં આવે અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે દોડમાંથી જે 8 ગણા ઉમેદવારોને જ બીજા તબ્ક્કાની લેખિત કસોટી માટે ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500