Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં છેલ્લા 2 દિવસમાં 21 લોકોએ જાહેરનામાનો ભંગ કરતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • May 15, 2021 

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમછતાં કેટલાક લોકો માસ્ક વગર બિન્દાસ પણે જાહેરમાં તથા ભીડભાડ વાળી જગ્યા પર ફરી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.

 

 

 

વ્યારા પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે અને શુક્રવારે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ જાળવતા ન હોય તથા ત્રણ સવારી બાઈક હંકારી લઈ આવી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ કરતા હોય તેવા છેલ્લા 2 દિવસમાં 21 લોકોને પોલીસ પેટ્રોલીંગમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

 

21 લોકો સામે કરાયેલ પોલીસ કાર્યવાહી.........

વીરપુર ત્રણ રસ્તા જાહેર રોડ ઉપરથી એક રીક્ષાના ચાલકે પેસેંજર વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ ન રાખતા તેમજ મોઢે માસ્ક પહેર્યા વગર, મિનેસ શંકર ગામીત રહે.ટીચકપુરા ગામ,

 

 

વ્યારાના માર્કેટ યાર્ડ પાસે આવેલ જાહેર જગ્યા પર મોઢે માસ્ક પહેર્યા વગર, વિજય ભીખુ લુહાર રહે.માર્કેટ યાર્ડ,વ્યારા,

 

 

વ્યારા ખેતીવાડી ઉત્પન બજારમાં ખોડીયાર એગ્રો નામની દુકાનમાં માલિકે મોઢે માસ્ક પહેર્યા વગર અને આવતા જતા ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, ધવલ જગુ ચૌધરી રહે.કપુરા ગામ,

 

 

વ્યારા કોર્ટની સામે જાહેર રસ્તા ઉપર એક બાઈક ઉપર એકબીજા વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, નેર્યુંશ નવીન ગામીત, સોહન સુરેશ ગામીત અને તેજસ રાજેશ ગામીત રહે તમામ.લખાલી ગામ,

 

 

કબુતરખાના પાસે આવેલ લક્કી કંગન કટલરી નામની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, અબ્દુલકાદીર અહંમદમીર્યા મલેક રહે.મુસ્લીમ સ્ટ્રીટ,વ્યારા,    

 

 

સયાજી સર્કલ પાસે આવેલ મુરલીધર પાન-ગલ્લાના દુકાનની પાસે સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર તેમજ મોઢે માસ્ક પહેર્યા વગર, રોનક મહેશ શર્મા રહે.બારડોલી,

 

 

વ્યારાના તળાવ ચોકી પાસે આવેલ જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક પહેર્યા વગર, અનિકેત નિતેશ ગામીત રહે.નાળુ ફળિયું,વ્યારા,

 

 

વ્યારાના શાકભાજી માર્કેટમાં આવેલ શાકભાજીની લારી પર મોઢે માસ્ક પહેર્યા વગર, સલમાન અયુબખાન પઠાણ રહે.વાડીવાલા કોમ્પ્લેક્ષ,વ્યારા,

 

 

વ્યારાની બરફ ફેકટરી પાસે આવેલ દાસારામ ઈલેક્ટ્રોનિક નામની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર, વિનય વિનોદ ગામીત રહે.દડકવાણ ગામ,

 

 

વ્યારાના નવા ઢોડિયાવાડ પાસે આવેલ ચાની લારી પર સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર તેમજ મોઢે માસ્ક પહેર્યા વગર, અજીત મોતીરામ કોંકણી રહે.ભોજપુર નજીક,

 

 

વ્યારાના કણજા ફાટક પાસે આવેલ ચાની લારી પર સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર તેમજ મોઢે માસ્ક પહેર્યા વગર, વિજય રાજુ નાયકા રહે.માલીવાડ,ફાળકે નિવાસ,વ્યારા,

 

 

વ્યારાના જનક-નાકા પાસેના જાહેર રોડ ઉપર એક બાઈક ઉપર એકબીજા વચ્ચે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, સાગર સુંદર ગામીત, રાજન રુવાજી ગામીત અને બાદલ વિજય ગામીત તમામ રહે.નાનીચીખલી ગામ,

 

         

વ્યારાના નવા બસ સ્ટેશન સામે માર્કેટ યાર્ડ પાસે આવેલ આશિર્વાદ ટેલનેટ નામની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર અને ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, અતીશ મુળજી ગામીત રહે.આશાવાડી ફળિયું,વ્યારા,

 

 

વ્યારાના જનકનાકા પાસેના ત્રણ ઉપર મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર આકાશ રમેશ ગોહિલ રહે.વ્યારા,

 

 

વ્યારાના રામજી મંદિર પાસે આવેલ કિરાણાની દુકાનમાં માલિકે મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, આકાશપૂરી મંગલપૂરી ગોસ્વામી રહે.શાકભાજી માર્કેટ,વ્યારા,

 

 

વ્યારાના મેઈન બજારમાં આવેલ કાપડની દુકાનમાં માલિકે મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, સ્મીત નરેશ ટેલર રહે.વાડીવાલા,વ્યારા,

 

 

વ્યારાના મેઈન બજારમાં આવેલ ઓન્લી બેબી કાપડની દુકાનમાં માલિકે મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર, જોગરામ ફિરારામ પટેલ રહે.વાંસદા, આમ તમામ કસુરવારો સામે વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application