બારડોલી તાલુકામાં બેંક ઓફ બરોડાની માણેકપોર શાખાના નવા ભવનના ઉદ્દઘાટન નિમિત્તે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અનુજ ભાર્ગવા અને રિજનલ મેનેજર આદર્શકુમારની અધ્યક્ષતામાં જિલ્લાની બેંક ઓફ બરોડાની વિવિધ શાખાના મેનેજરો અને બેંક સ્ટાફ દ્વારા વડાપ્રધાનશ્રીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત બેંક પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે અહીં આરસેટી વ્યારા ખાતે બેંક મેનેજરોએ સમીક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "એક પેડ માં કે નામ"ની પહેલને પ્રતિસાદ આપતા વૃક્ષારોપણ, સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણ સંરક્ષણના શપથ પણ લીધા હતા. આ પ્રસંગે સરકારની અટલ પેન્શન યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, સખી મંડળને ધિરાણ આદી યોજનાઓની સમીક્ષા કરી મેનેજરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરસેટીના ડાયરેક્ટર, લીડ બેંક મેનેજર, વ્યારા બેંકના મેનેજર, બેંકની વિવિધ શાખાઓના પ્રતિનિધિઓ સહિત બેંક સ્ટાફ હાજર રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application