Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોરના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ સફાઈની કામગીરી હાથ ધરાઇ

  • September 22, 2024 

‘સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના છીણમ ગામે સામુહિક સાફ સફાઈ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં 'સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા'ના સુત્ર સાથે જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામની સામુહીક સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી જલાલપોર દ્વારા તમામ સ્થળોની સાફ-સફાઈની ચકાસણી કરી સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application