Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઈસીડીએસ દેડીયાપાડા ઘટક-૧ અને ૨માં THRમાંથી વાનગી નિદર્શન કરી પોષણ અભિયાનની ઉજવણી કરાઈ

  • September 22, 2024 

નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાની એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે આજરોજ આઈસીડીએસ દેડીયાપાડા ઘટક ૨ અને ૨ તેમજ આદિવાસી વિકાસ ટ્રસ્ટના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર બેનો સાથે THR (ટેક હોમ રાશન) માંથી વાનગી નિદર્શન કરી પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.




તદ-ઉપરાંત કાર્યકર બેનો દ્વારા વાનગી બનાવી તેમાંથી મળતા પોષક તત્વો વિશે સમજ આપવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય કક્ષાએ લાભાર્થીઓ THR નો ઉપયોગ વધારે કરે એ માટે શું કરવું જોઈએ તેના વિશે આંગણવાડી કાર્યકર બહેનો અને ટ્રસ્ટના કર્મચારીઓએ પોત-પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. પોષણ માહની ઉજવણીના કાર્યક્રમ ઉપસ્થિત સૌએ પોષણ અંગેની પ્રતિજ્ઞા લઈને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application