વાલોડ તાલુકાનાં બુટવાડા ગામે ફેબ્રુઆરી માસમાં દીપડાએ બકરાના કોઠારમાં પ્રવેશ કરી ત્રણ બકરાનો શિકાર કર્યો હતો. જોકે ફરી પાછું બે દિવસ અગાઉ કોલી ફળિયામાં રહેતા વિજયભાઈ બચુભાઈ આહીરને ત્યાં 5 મરઘાનો શિકાર કર્યો હતો. જયારે પશુપાલકએ કૂતરાઓએ શિકાર કર્યા હોવાના અનુમાન લગાવી મનોમન માની લીધું હતું. પરંતુ ઘટના અંગે સજાગ થઈ તપાસ કરી ન હતી, જેથી મળસકે વિજયભાઈનાં પાકા કોઢારમાં ઉપરથી દીપડાએ પ્રવેશ કરી ગીર પ્રજાતિની ઉત્તમ ગાયોના બે વાછરડાનો શિકાર કરી પેટ, થાપા અને ગળાના ભાગેથી નિર્દયી રીતે બંને વાછરડાઓનો શિકાર કર્યો હતો.
જયારે સવારે પશુપાલકોને જાણ થતાં વિજયભાઈના માથે આફ્ત આવી પડી હતી તેમજ ગીર પ્રજાતિની બે વાછરડીઓને શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાએ પાડિયાનો શિકાર કરવા અંગે વિજયભાઈએ WCCBના સભ્યને જાણ કરતા તેમણે વનવિભાગના ફોરેસ્ટર બીટ ગાર્ડને જાણ કરી હતી. જેથી ઘટના અંગની જન થતાં સ્થળ પર આવી સ્થળ પરનો પંચકયાસ કરી અને જગ્યા પર દીપડાના પગના નિશાનો મળી આવતાં દીપડાએ શિકાર કરેલ હોવાનું માલુમ પડ્યું હતું. આમ, ગીર પ્રજાતિની બે વાછરડીના શિકાર થતાં પશુપાલકને સહાય મળે તે માટે કાર્યવાહી પણ હાથ ધરી હતી. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application