તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ ની એક જનરલ મિટિંગ વ્યારા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી એમાં જિલ્લા ના વિવિધ સ્થાન પર થી સંઘ ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ ની શરૂઆત માં સંઘ ના વિદાય લઈ રહેલા પ્રમુખ દીપકભાઈ શર્મા એ પાછલા કાર્યકાળ દરમિયાન સંઘના માધ્યમ થી થયેલ કાર્યો ની વિગત આપી હતી અને નવા નિમાયેલા સંઘના પ્રમુખ નિરવભાઈ કંસારા ને સંઘ ની કમાન સોપી હતી.એ પછી સંઘના મહામંત્રી મહેશભાઈ પ્રજાપતિ એ મિટિંગના એજેન્ડા બાબતે ઉપસ્થિત સભ્યો ને વિગત આપી હતી. સંઘના સ્થાપક પ્રમુખ હરીશભાઈ શાહે કહ્યું કે, સંઘના સ્થાપના ને આજે પાંચ વર્ષ પુરા થયા છે ત્યારે સંઘના સદસ્યો પત્રકારત્વ ની સાથોસાથ સેવાકીય કાર્યો માં પણ જોડાય એવો અનુરોધ કર્યો હતો. ખજાનચી સંદીપસિંહ ગોડાદરિયાએ સંઘ નો હિસાબ રજૂ કર્યો હતો. પત્રકાર સંઘના નવા નિમાયેલા ટ્રસ્ટી એવા ધવલભાઈ પરમારે પણ સંઘ સંદર્ભે વાત કરી હતી. અંતે પ્રમુખ નિરવભાઈ કંસારા એ જણાવ્યું કે, સદસ્યો દ્વારા મારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે એને હું સાર્થક કરવા પ્રયત્ન કરીશ અને આગળ ના ભવિષ્યમાં સંઘ દ્વારા ટૂંકા પ્રવાસ અને સેવાકીય કાર્યો તથા પત્રકારો ને પડતી મુશ્કેલીઓ ના નિરાકરણ માટે હું હંમેશા પ્રયાસરત રહીશ. સંઘના ઉપપ્રમુખ અનુપભાઈ ભટ્ટે સંઘની સ્થાપના ક્યાં સંજોગોમાં થઈ એ વર્ણવી સહુ નો આભાર વ્યક્ત કર્યો હતો.
સંઘમાં નવા સભ્યો ને પ્રવેશ આપવામાં આવ્યો
તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘમાં વરિષ્ઠ પત્રકાર અશોકભાઈ ગામીત સહિત પાંચ જેટલા નવા સભ્યો જોડાતા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘમાં જોડાયેલા જિલ્લા ના વરિષ્ઠ પત્રકાર અશોકભાઈ ગામીતે કહ્યું કે, જિલ્લામાં તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ નું સારું નામ છે અને આ સંઘના સભ્યો પણ સારી પ્રવૃત્તિમાં જોડાયેલા છે જેનો મને આનંદ છે. આ પ્રસંગે લોપાબેન ધરબાર, હર્નિશભાઈ ગામીત,અબરારભાઈ મુલતાની અને મૃગાંગભાઈ પણ સંઘમાં જોડાયા હતા.
સંઘના નવા હોદેદારો પણ નિમાયા
તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘની મિટિંગમાં નવ નિયુક્ત પ્રમુખ શ્રી નીરવભાઈ કંસારા એ નવી ટીમ પણ જાહેર કરી હતી. એ મૂજબ ઉપપ્રમુખ પદે હરીશભાઈ શાહ અને સંદીપસિંહ ગોડાદરીયા નિમાયા હતા જ્યારે મહામંત્રી પદે મહેશભાઈ પ્રજાપતિ ને યથાવત રાખવામાં આવ્યા છે. દીપકભાઈ શર્મા ને મંત્રી તરીકે અને ધવલભાઈ પરમાર ને સહમંત્રી જ્યારે અનુપભાઈ ભટ્ટ ને ખજાનચી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500