સોનગઢમાં ગુનેગારો બેખોફ બન્યા છે સોનગઢમાં એક દુકાનદારને ડંડા વડે બેફામ ફટકારવામાં આવ્યો છે સોનગઢના તાપી કોમ્પ્લેક્ષમાં આવેલ રજવાડી નામની ટી-સ્ટોલમાં કેટલાક અજાણ્યા ઈસમોએ દુકાનદારને ડંડાના સપાટા મારી લોહી લુહાણ કરી દીધો હતો જેનો એક વિડીયો સોસિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી છે. સુત્રો અનુસાર રૂપિયાની લેતી-દેતી મામલે દુકાન દાર ઉપર અજાણ્યા ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ હુમલામાં દુકાનદારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application