Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : પોખરણ ગામની સીમમાંથી ટેમ્પોમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, રૂપિયા 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • December 19, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં પોખરણ ગામની સીમમાં નેશનલ હાઈવે પર સોનગઢથી વ્યારા જતાં ટ્રેક પર હોટલ ગ્રાન્ટ તુલસી સામેથી એક ટેમ્પોમાંથી વગર પાસ પરમિટે લાખો રૂપિયાનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. અને પેરોલ ફ્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસોએ રવિવારના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એક કથ્થઈ કલરના આઈસર ટેમ્પો નંબર MH/04/KU/7110 કે જેના આગળ પાછળનાં ભાગે અંગેજીમાં નિહાર ટ્રાન્સપોર્ટ લખેલ છે તેમાં એક ઈસમ મહારાષ્ટ્રનાં નવાપુર ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નાપપુરથી નીકળી સોનગઢ થઈ સુરત તરફ જનાર છે.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો પોખરણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પર સોનગઢથી વ્યારા જતાં ટ્રેક પર હોટલ ગ્રાન્ટ તુલસી સામે અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા. તે દરમિયાન સોનગઢ તરફથી બાતમીવાળો આઈસર ટેમ્પો આવતાં જોઈ ટેમ્પોને આયોજન પૂર્વક રોકી લીધો હતો અને ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિકાસભાઈ પ્રકાશભાઈ કાપુરે (રહે.સાવિત્રી બાઈ ફૂલેનગર, રાહનાળ, ભીવંડી, જિ.ઠાણે, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું.



ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી ઇલેક્ટ્રોનીક્સ આયટમની બિલ્ટીની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ નંગ 9696 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 10,87,200/- હતી. આમ, પોલીસે આઈસર ટેમ્પો જેની કિંમત રૂપિયા 10 લાખ, વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 10,87,200/- 1 નંગ મોબાઈલ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 20,94,610/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application