Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે નિધિ એકત્રીકરણના પ્રથમ દિવસે રૂ.14 લાખથી વધુ નિધિનું સમર્પણ

  • January 17, 2021 

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું વિશ્વવ્યાપી ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે.જે માટે તા.15 જાન્યુઆરી થી તા.27 ફેબ્રુઆરી સુધી દેશભરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ નિધિ જન જન પહોંચી નિધિ એકત્રીકરણ કરવામાં આવશે. નિધિ સમર્પણ ના પ્રથમ જ દિવસે તાપી જિલ્લામાં પણ સમિતિના આહવાન ને પગલે નિધિ સમર્પણ નો ધોધ વહ્યો હતો.

 

 

 

વ્યારા રામજી મંદિર ખાતે આ અભિયાનના ગુજરાત પ્રાંત પ્રમુખ એવા દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિક્રમસિંહ ભાટી,તાપી જિલ્લા અભિયાનના અધ્યક્ષ ડૉ.અરવિંદ પટેલ,વિભાગ સહ સંપર્ક પ્રમુખ એવા જિલ્લાના સંઘચાલક પ્રો.વસંત ગામીત અને જિલ્લાના અભિયાનના પ્રમુખ રાકેશ ગામીત,સહ પ્રમુખ ચંદનસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલ વ્યારા,વાલોડના સમાજ અગ્રણીઓ,વ્યાપારીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.દરમિયાન કુલ રૂ.10.54 લાખથી વધુની નિધિના ચેકનું સમર્પણ થયું હતું.

 

 

 

જેમાં મુખ્ય સમર્પણ તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અલ્પેશ પટેલ દ્વારા રૂ.5 લાખ, સોનાર સ્ટોન કવોરી,સોનગઢ ના સંચાલક મફત પટેલ દ્વારા રૂ.1.11 લાખ,જિલ્લા ભાજપ પ્રમુખ રૂ,51 હજાર,મહુવાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા દ્વારા રૂ.51 હજાર ,જિલ્લા ભાજપ મહામંત્રી વિક્રમ તરસાડીયા દ્વારા 51 હજાર,ઉદય દેસાઈ પરિવાર(બુહારી) તરફથી રૂ.47 હજાર,ડૉ .અરવિંદ પટેલ દ્વારા રૂ.51 હજાર,જયેશ ગાંધી દ્વારા 51 હજાર અને તાપી જિલ્લા ભાજપ યુવા પ્રમુખ અમિત પટેલ (બુહારી) દ્વારા 51 હજાર તથા અન્ય અગ્રણીઓ દ્વારા આવેલ સમર્પણ મળી કુલ રૂ 10.54 લાખની નિધિનું ચેક દ્વારા સમર્પણ આવ્યું હતું.

 

 

 

સોનગઢ નગરમાં પણ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ અભિયાનના જિલ્લાના વાલી રાહુલ સિમ્પીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં જિલ્લા  ભાજપા મહામંત્રી  મયંક જોશી દ્વારા રૂ, 25 હજાર,અન્ય અગ્રણી,કોંગ્રેસ અગ્રણી જયુ શિંદે દ્વારા રૂ.25 હજાર સહીત કુલ રૂ.2 લાખની નિધિનું સમર્પણ થયું હતું. જયારે છેવાડાના નિઝર તાલુકામાં ભાજપ અગ્રણી મહેન્દ્ર પટેલ (વાંકા) દ્વારા પણ રૂ.1.11 ની નિધિનું સમર્પણ ,સહીત તાલુકામાં 1,22,222 નું કુલ સમર્પણ આવ્યું હતું, જયારે વ્યારા તાલુકાના ઉંચામાળા ટાઉનશીપમાં પણ રૂ.45 હજારનું સમર્પણ આવયું હતું. આમ તાપી સમાજ શ્રેષ્ઠિઓએ,વેપારી મહાજનોએ  નિધિ સમર્પણની ભાવના ઉજાગર કરતા નિધિ સમર્પણ અભિયાનના પ્રથમ દિવસે કુલ રૂ.14 લાખ થી વધીની નિધિનું સમર્પણ નોંધાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application