Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : તારીખ ૨૧મી જૂન, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય યોગ” દિવસનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે

  • June 20, 2023 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ આજે વિશ્વફલક પર પહોંચ્યો છે. યોગ જીવનના તમામ પાસાઓ વચ્ચે સંતુલન સાધી સ્વાસ્થ્ય અને માનવ કલ્યાણ માટે સર્વગ્રાહી દ્રષ્ટિકોણ આપે છે. ગુજરાત સરકાર ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીના માધ્યમથી જન-મનને યોગમય બનાવવા દૃઢ સંકલ્પિત છે. ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત આ વર્ષે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઇ રહી છે.



ત્યારે તાપી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી જિલ્લાનાં તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ તારીખ ૨૧મી જૂનનાં રોજ કરવામાં આવનાર છે. “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ”, હર ઘર આંગણે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૨૧મી જૂન, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય યોગ” દિવસનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે. આ ઉપરાંત ‘‘વિશ્વ યોગ દિવસ’’ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રાજયભરના કુલ ૭૫ આઇકોનિક સ્થળોએ યોગ કરવામાં આવશે. ત્યારે, ‘‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ નિમિત્તે તાપી જિલ્લા સહિત પ્રત્યેક જિલ્લામાં બનાવાયેલા ૭૫ અમૃત સરોવરો ખાતે પણ રાજયસરકાર દ્વારા યોગ નિદર્શનનાં કાર્યક્રમો યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application