Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં બુહારી ગામે ટ્રક અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજા, ટ્રક ચાલક સામે ગુનો દાખલ

  • November 09, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ તાલુકાનાં બુહારી ગામે એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોચ્યું હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં દાદરિયા ગામનાં જૂની નિશાળ ફળિયામાં રહેતા ફરિયાદી મહેશભાઈ ચંપકભાઈ ગામીતએ બનાવ અંગે વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમનો નાનો ભાઈ કૌશિકભાઈ ગામીત (ઉ.વ.36) નાનો તા.07/11/2022નાં રોજ સવારે 10 કલાકનાં અરસામાં મોટરસાઈકલ નંબર GJ/26/D/3188ને લઈને વાલોડથી બુહારી આવતાં હતા.

તે સમયે તેની આગળ ચાલતી ટ્રક નંબર GJ/05/BU/6811નાં ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બુહારી ગામનાં વૃંદાવન સોસાયટી સામે રોડ ઉપર ડિવાઈડર પાસે અચાનક ટ્રક વાળી દઈ કૌશિકભાઈની મોટરસાઈકલને અડફેટમાં લીધી હતી. જોકે ટ્રક ચાલક અકસ્માત કરી પોતાના કબ્જાની ટ્રક સ્થળ ઉપર મૂકી નાશી છૂટ્યો હતો. આ અકસ્માતના બનાવમાં મોટરસાઈકલ ચાલક કૌશિકભાઈનાં ડાબા પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. વાલોડ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application