મનિષા સુર્યવંશી / વ્યારા : તાપી જિલ્લામાં નવા/જુના વાહનોની થતી લે-વેચની વિગતવાર માહિતી રેકર્ડ ઉપર રહે તે માટે યોગ્ય નિયંત્રણ રાખવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડી જરૂરી વિગતો તૈયાર કરી પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં જમા કરાવવા જણાવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં તમામ નવા/જુના વાહનોની લે-વેચ કરતા તેમજ આ વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલરો, બ્રોકર, એજન્ટ, દલાલ, મીકેનીક તથા પેઇન્ટર વગેરેએ હાલ સુધીમાં નવા/જુના વાહનોની કરેલ લે-વેચની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને દિન-૭માં આપવાની રહેશે. વધુમાં નવા/જુના વાહનોની લે-વેચ કરતા તેમજ આ વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ડીલરો, બ્રોકર, એજન્ટ, દલાલ, મીકેનીકતથા પેઇન્ટર વગેરે હવે પછી નવા/જુના વાહનોની લે-વેચ કરે તો તેની હકીકત તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, તાપી તથા સંબંધિત મામલતદારને દિન-૭માં નિયત નમૂનામાં આપતા રહેવાનું રહેશે. આ હુકમ તા.૧૩/૦૩/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોકપોલીસ ગેટ સુધી તથા જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે. આ સમય દરમિયાન ઉપરોકત વિસ્તારમાં માલવાહક ભારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે. પરિણામે જાહેરજનતાને અવર-જવર કરવામાં પણ હાડમારી વેઠવી પડે છે.
જેને લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી વ્યારા નગરના જુના બસસ્ટેન્ડ થી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં દરરોજ સવારે ૦૮:૦૦ કલાકથી સાંજે ૨૦:૦૦ કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે અન્ય મોટા વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવાના વાહનો, ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં.
આ જાહેરનામું તા.૧૩/૦૩/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500