સોનગઢના મલંગદેવ બેઠકના તાલુકા પંચાયત સભ્ય પ્રીતીબેન ગામીત, ઓટા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અનાજીભાઈ માજી તાલુકા પંચાયત સભ્ય યાકુબભાઈ, ઓટા વિસ્તારના આગેવાન અશ્વિનભાઈ ગામીત તેમજ મુસાફરો અને વિધાર્થીઓએ સોનગઢ-ઓટા રૂટની બસ સેવામાં સુધારો લાવવા સોનગઢ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં સોનગઢથી ઓટા રૂટ પર દોડતી મિની બસના બદલામાં મોટી બસ દોડવવામાં આવે તેવી માંગ કરવા સાથે ઓટાથી સોનગઢ માટે સાંજે 5.30 કલાકે ઉપડતી બસને બદલે તે બસને ઓટાથી સવારે 6 કલાકે ઉપાડવામાં આવે ટીવી પણ માંગ કરવામાં આવી છે. આ પ્રમાણે બસ સેવામાં સુધારો લાવવાથી વિશારથી ઓની સાથે ધંધો રોજગાર અર્થે વહેલી સવારે સોનગઢ આવતા મુસાફરોને પડતી મુશ્કેલી દુર થાય તેમ છે.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સોનગઢ બસ ડેપોના મેનેજરને આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં અમારે માંગણી ધ્યાનમાં લેવામાં આવતી નથી અને જો આ માંગણી 2 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં વિધાર્થીઓની સાથે મુસાફરો સોનગઢ બસ ડેપો ખાતે ધરણા પર બેસશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application