Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : હથોડા ગામે તાપી નદી પુલ ઉપર બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો

  • June 22, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં હથોડા ગામ પાસે આવેલ તાપી નદીનાં પુલ ઉપર મહારાષ્ટ્રની એસ.ટી. બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતા એસ.ટી. બસનો આગળનો ભાગ તૂટી ગયો હતો. મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાનાં હથોડા ગામે તાપી નદી પુલ ઉપર ગત તા.19નાં રોજ મહારાષ્ટ્ર રાજ્યની એસ.ટી. બસ નંબર MH/40/N/9035નાં ચાલકે પોતાના કબ્જાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહિન્દ્રા કંપનીનું 475 ડીઆઈ ટેકટર નંબર GJ/17/D/8061ને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બસનાં આગળનાં ભાગ તૂટી જતાં નુકસાન થયું હતું. પરંતુ સદ્દનસીબે આ અકસ્માતમાં બસમાં બેસેલ મુસાફરોને કોઈ ઈજા ના પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માત અંગે ટ્રેકટર ચાલક દેવસિંગભાઈ તીજયસિંગ પાડવી (રહે.હથોડા ગામ, તા.કુકરમુંડા) નાંએ નિઝર પોલીસ મથકે એસ.ટી. બસનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application