મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં સરૈયા ગામની સીમમાં આવેલ રોડ ઉપર ગત તા.21/04/2023નાં આયુશકુમાર અશોકભાઈ ચૌધરી (રહે.ધામોદલા ગામ, પટેલ ફળિયું, વાલોડ) નાંઓએ પોતાના કબ્જાનું મહેન્દ્ર પીકઅપ ગાડી નંબર GJ/26/T/8685 લઈને વ્યારા ખાતે આવતાં હતા અને તેમની સાથે ક્લીનરમાં દીપભાઈ જીતેન્દ્રભાઈ ચૌધરી હતા.
તે સમયે સિદ્ધાર્થભાઈ અમરસિંગ ચૌધરી (રહે.શિવ શક્તિ-નગર, વ્યારા) નાએ પોતાના કબ્જાની સ્વીફ્ટ ફોર વ્હીલ કાર નંબર GJ/26/N/7077ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી આવતી મહેન્દ્ર પીકઅપ ગાડીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ચાર લોકોને નાની-મોટી ઈજા પણ થઈ હતી. બનાવ અંગે આયુશકુમાર ચૌધરી નાએ ગતરોજ વ્યારા પોલીસ કાર ચાલક સામે ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500