મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં જેશીંગપુરા ગામનાં નવાપાડા ફળિયા પાસે ઉનાઈ-વ્યારા જાહેર રોડ ઉપર ઉભું રાખેલ ટેમ્પો પાછળ મોપેડ બાઈક અથડાતા અકસ્માત સર્જાતા બાઈક સવાર કસવાવ યુવક ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કસવાવ ગામનાં ભગત ફળિયામાં રહેતા વિપુલભાઈ ભગુભાઈ ગામીત નાઓ ગત તા.08/03/2023નાં રોજ પોતાના કબ્જાની પ્લેઝર બાઈક નંબર GJ/26/E/5408 લઈને ગડતથી કસવવા ગામે આવવા માટે નીકળ્યા હતા.
તે સમયે જેશીંગપુરા ગામ નવાપાડા ફળિયા પાસે ઉનાઈ-વ્યારા જાહેર રોડ ઉપર ઉભું રાખેલ બંધ હાલતમાં અને કોઈ સિગ્નલ લાઈટ કે, બીજા કોઈ આડશ કે સૂચક ચિન્હો ન બતાવી બીજાની જિંદગી જોખમાય તે રીતે આઈશર ટેમ્પો નંબર MP/09/GH/4477ની પાછળ મોપેડ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક સવાર વિપુલભાઈને શરીરે માથાનાં ભાગે તથા મોઢા ઉપર તેમજ ડાબી આંખ પાસે ઈજાઓ થઈ હતી. બનાવ અંગે ભાવેશભાઈ ગામીત નાએ તારીખ 26/04/2023નાં રોજ વ્યારા પોલીસ મથકે ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application