Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : વિદ્યાર્થીઓના ઉતારવાના સ્ટેન્ડથી બે ત્રણ કિલોમીટર દૂર ઉતારી જતા હોવાના આક્ષેપો સાથે વિવિધ પ્રશ્નોને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું

  • July 17, 2022 

નિઝર તાલુકામાં ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના દ્વારા ગુજરાત રાજ્યમાં ટ્રાયબલ વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓને સમયસર બસ ફાડવાતી નથી.તેમજ બસ આવે છે. તો વિદ્યાર્થીઓના ઉતારવાના સ્ટેન્ડથી બે ત્રણ કિલોમીટર દૂર ઉતારી જતા હોવાના આક્ષેપો સાથે વિવિધ પ્રશ્નોને લઈને નિઝર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.


ભારતીય ટ્રાયબલ અને ટાઇગર સેના દ્વારા જણાવ્યા મુજબ ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર અન્ય વિસ્તારો કરતા નીચું છે. કોરોના માહામારીમાં ટ્રાયબલ વિસ્તારોમાં બાળકો પૈકી 20 ટકા વિધાર્થીઓ જ ઓનલાઇન શિક્ષણ મેળવી શક્યા છે.ગુજરાત પેટર્નના 15 હાજર કરોડ બજેટ માંથી બસો અને મીની બસો શિક્ષાઓ માટે લેવામાં હતી. તેની શું? કન્ડિશન છે.અને કઈ હાલતમાં છે. સાથે વિદ્યાર્થીઓ માટે સારી બસો ફાડવામાં આવે તેવી માંગ પણ કરી છે. કુપોષણ અને સિકલસેલના ભરડામાં બાળકોની યાદ શક્તિને પણ અસર પોહચે છે.ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષકોની ઘટ અને વર્ગખંડોની ઘટ હોવાથી શિક્ષણ પર વિપરીત અસર પોહચી છે.

ટ્રાયબલની સરકારી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરે છે. પૈસાદારના બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે.જેથી સરકાર કે અન્ય સંસ્થાઓ સરકારી શાળાઓ પર પૂરતું ધ્યાન આપતાં નથી. લેબોરેટરી, લાયબ્રેરી,પાઠ્ય પુસ્તકો સમયસર પોહચાડવા વગેરેનો ઘણો અભાવ છે.પેહલા ધોરણથી માધ્યમિક સુધી જે રીતે પ્રથમ કસોટી, દ્રિતીય કસોટી, વાર્ષિક પરીક્ષા લેવામાં આવતી હતી. એ પદ્ધતિ ફરીથી શરૂ્ કરવી જોઈએ, પરીક્ષા ન લેવાના કારણે વિધાર્થીઓને વાંચતા લખતા પણ આવડતું નથી. પરિણામે દસમા ધોરણમાં આવે છે. ત્યારે દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપવામાં આવે છે. ત્યારે 80 ટકા વિદ્યાર્થીઓ દસમાં ધોરણમાં નાપાસ થાય છે.અને વિદ્યાર્થીઓ આગળ ભણી શકતા નથી.અને જે વિદ્યાર્થીઓ પાસ થાય છે. જે સાયન્સના વિષયો ભણી શકતા નથી.જેથી મજબૂરીમાં. આર્ટ્સ અને કોમર્સ જેવા વિષયો લઈને ભણવું પડે છે.


આવી પરિસ્થિતિમાં બાળકો 6 થી 8 કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક, કોલેજ કક્ષાએ અભ્યાસ માટે ઘરેથી અવર -જવર કરવું પડે છે.જેમાં અવર -જવર માટે વિદ્યાર્થીઓ પાસ કાઢી સરકારી એસ.ટી.બસનો જ ઉપયોગ કરે છે.સરકારી એસ.ટી.બસોને જે ગામ સ્થળે પોંહચતી નથી.જે બસો મોડી પાડવાથી વિદ્યાર્થીઓના ક્લાસ છૂટી જતા હોય છે.પરિણામેં એમના ભવિષ્ય પર અસર થાય છે.સાંજે પણ શાળા છૂટ્યા પછી બસો વહેલી મોડી પડવાથી દીકરીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.બસ મોડી હોવા છતાં પણ બસના ડ્રાયવર અને કંડક્ટર વિધાર્થીઓને બસ સ્ટોપથી ચાર થી પાંચ કિલોમીટરના અંતરે ઉતારી દેતા હોય છે.જેથી છોકરી ઓમાં ભયનો માહોલ છવાયલો રહે છે.પરંતુ વિદ્યાર્થીઓ પગપાડા ચાલીને પોતના ઘરે પોહચી જતા હોય અને થાકી જવાથી ઘરે હોમવર્ક પણ કરી શકતા નથી.જેથી સમયસર બસની સુવિધા કરવામાં આવે તેમજ બસસ્ટોપ પર વિદ્યાર્થીઓને ઉતારવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application