Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : કલેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ સમિક્ષા બેઠક યોજાઇ

  • July 29, 2023 

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેની માસિક સમિક્ષા બેઠક યોજાઇ હતી. અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગએ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તરફ આગળ વધે તેવું આયોજન કરવા તથા સરકારશ્રી દ્વારા નક્કિ કરવામાં આવેલ ટાર્ગેટને સમયમર્યાદામાં પુરો કરવા સંબંધિત અધિકારીને જણાવ્યું હતું. આ સાથે સેવા સદનના ગેટ સહિત જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના સ્ટોલ ઉભા કરવા તથા વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પેદાશો અંગે જાહેર જનતાને જાણકારી મળે તે મુજબ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતુ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે તાપી જિલ્લામાં તમામ ખેડૂતો ઓછામાં ઓછા ચાલીસ ગુંઠામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે અને તેના સકારાત્મક ગુણોને સ્વયમ અનુભવે તે માટે માર્ગદર્શન આપવા સુચનો આપ્યા હતા.



તેમણે તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર અલ્કેશ પટેલે પ્રેઝનટેશનના માધ્યમથી જિલ્લામાં થતી કામગીરી અંગે જાણકારી આપી હતી. જેમાં ખાસ નોંધનિય છે કે, તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના માધ્યમ થકી સમગ્ર વર્ષ દરમિયાન ૪૪૭૬૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવેલ છે. તથા અન્ય ખેડૂતોને તાલીમ આપવાની પ્રક્રિયા ચોથા ફેઝ અંતર્ગત હાલ શરૂ કરવામાં આવેલ છે એમ જણાવ્યું હતું. બેઠકમાં આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા અંગે, પ્રાકૃતિક કૃષિ કરવા બાહેધરી આપેલ ખેડુતો અંગે, દેશી ગાયોની/બળદની સંખ્યા અંગે, ફાર્મર માસ્ટર ટ્રેનર અંગે સમિક્ષા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application